ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Accident: વિશાલા સર્કલ પર પૂરઝડપે આવતી AMTS બસે રિક્ષા સહિતના વાહનોને લીધા અડફેટે, 2 ઈજાગ્રસ્ત - AMTS Bus Accident CCTV

અમદાવાદમાં વિશાલા સર્કલ ખાતે એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી હતી. બસે રિક્ષા, ટેમ્પો સહિતના વાહનોને અડફેટે લેતા ભારે નુકસાન થયું હતું. તો હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Ahmedabad Accident: વિશાલા સર્કલ પર પૂરઝડપે આવતી AMTS બસે રિક્ષા સહિતના વાહનોને લીધા અડફેટે, 2 ઈજાગ્રસ્ત
Ahmedabad Accident: વિશાલા સર્કલ પર પૂરઝડપે આવતી AMTS બસે રિક્ષા સહિતના વાહનોને લીધા અડફેટે, 2 ઈજાગ્રસ્ત

By

Published : Mar 20, 2023, 10:05 PM IST

અકસ્માત સીસીટીવીમાં કેદ

અમદાવાદઃશહેરમાં એએમટીએસ બસના કારણે અકસ્માત થવાની અનેક ઘટના સામે આવે છે. ત્યારે હવે એએમટીએસની બસે ફરી એક વાર અકસ્માત સર્જ્યો છે. વિશાલા સર્કલ પાસે સિગ્નલ ઉપર AMTS બસના ચાલકે પૂરઝડપે બસ ચલાવી રિક્ષા, લોડીંગ ટેમ્પો અને સિગ્નલ ઉપર ઊભેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા.

આ પણ વાંચોઃSurat Accident : ફુલ સ્પીડે ડિવાઇડર સાથે બાઈક અથડાતા યુવકો 15થી 20 ફૂટ બ્રીજ નીચે પટકાયા

અકસ્માત સીસીટીવીમાં કેદઃ મહત્વનું છે કે, આ અકસ્માતની ઘટનામાં ઘટના સમયના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં AMTS બસ પૂરઝડપે હંકારવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. અકસ્માતની ઘટનામાં એક બાળકી સહિત 2 લોકોને ઈજા પહોંચતાં તેમને 108 એમ્બુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બસ ડિવાઈડરમાં ઘૂસી ગઈઃ AMTS બસ એટલી ઝડપમાં હતી કે, તેણે જે રિક્ષાને અડફેટે લીધી તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે લોડિંગ ટેમ્પો જેવા અન્ય વાહનો પલટી ખાઈ ગયા હતા. ઉપરાંત અન્ય 2-3 કારને પણ નુકસાન પહોંચાડી બસ એક તરફ ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી.

પોલીસે શરૂ કરી તપાસઃ આ ઘટનાની જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે. આ અંગે એમ ડિવિઝન ટ્રાફિકનાં PI હંસાબેન કટારીયાએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, AMTS બસે અકસ્માત કર્યો હોવાની બાબત સામે આવી છે. હાલ વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃHorrific Road Accident: ઋષભ પંતની કાર અકસ્માતના સ્થળે વધુ એક હચમચાવી નાખે તેવો અકસ્માત

ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે અંગે તપાસ થશેઃ મહત્વનું છે કે, શહેરમાં અગાઉ પણ AMTS-BRTSના બસ ડ્રાઈવરે દારૂના નશામાં બસ ચલાવીને વાહનચાલકોના જીવન જોખમાય તે રીતે આવું કૃત્ય કર્યું હતું. ત્યારે હવે આ વખતે એએમટીએસ બસના ડ્રાઈવરે નશો કર્યો હતો કે, કેમ. તેમ જ આ બસમાં બ્રેક ફેલ હતી કે, કેમ તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details