અમદાલાદઃ દેશ આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી (Amrut Mahotsav of 75 years of independence )કરી રહ્યો છે. ત્યારે પોસ્ટલ વિભાગ દ્વારા ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ 75 લાખ જેટલા પોસ્ટકાર્ડ વડાપ્રધાનને લખે તેવું આયોજન હાથ ધરાયું છે.
બાળકોને અપાયા બે વિષય
બાળકો બે વિષય પરવડાપ્રધાનને પત્રલખી શકે છે. જેમાં પ્રથમ છે, 'આઝાદીના અદૃશ્ય નાયકો' (Invisible heroes of freedom)અને જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 માં ભારત દેશ કેવો હોવો જોઈએ તે વિશે 'મારા સ્વપ્નનું 2047 ભારત'. આ અભિયાન 20 ડિસેમ્બર સુધી ચાલશે. વિધાર્થી કોઈપણ ભાષામાં વડાપ્રધાનને પત્ર લખી શકે છે. જે ઉપલક્ષમાં અમદાવાદ પોસ્ટ વિભાગના નવરંગપુરા હેડ પોસ્ટ ઓફીસ દ્વારા બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનના સહયોગથી પત્રલેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ દિવ્યાંગ બાળકોએ ઉપરોક્ત બે વિષય પર વડાપ્રધાનને પત્ર લખ્યા( Wrote letters to the Prime Minister on two topics)હતા. કેટલાક વિદ્યાર્થીઓએ બ્રેઇલ લિપિમાં( Students learn Braille )પણ પત્ર લખ્યા હતા.
ભારતની આઝાદીના અદ્રશ્ય નાયકો
અંધજન મંડળના વિદ્યાર્થી રાહુલ વાઘેલાએ વડાપ્રધાનને આઝાદીના અદ્રશ્ય નાયકો પર પત્ર હતો. રાહુલે જણાવ્યું હતું કે, તે બે વર્ષથી અહીં અભ્યાસ કરે છે. તેમણે પોતાના પત્રમાં ક્રાંતિવીર ભગવતીચરણ વોહરાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, તેમનો જન્મ આગ્રામાં થયો હતો. તેમણે દેશને આઝાદી અપાવવા બૉમ્બ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. લૉર્ડ ઇરવીને ક્રાંતિકારીઓને ફાંસી આપવાનું જાહેર કરતા, ભગવતીચરણ વોહરાએ ઇરવીનની હત્યાનું કાવતરું રચ્યું હતું. આથી તેમણે ઇરવીનને ટ્રેનમાં મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમને બનાવેલો બોમ્બ એટલો શક્તિશાળી હતો કે, બ્લાસ્ટમાં ટ્રેનના બે કોચ ક્ષત-વિક્ષત થઈ ગયા હતા. દેશ માટે કાર્ય કરનારા આ ક્રાંતિવીરને યોગ્ય સન્માન મળે તેવી ભાવના તેઓ રાખી રહ્યા છે.
2047માં સૌથી વિકસિત હશે ભારત
વિદ્યાર્થી અતુલ મકવાણા જણાવ્યું હતું કે, વડાપ્રધાને 2016માં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત છે. આજે ઇટાલી સૌથી સ્વચ્છ દેશ છે પરંતુ 2030 માં ભારત સૌથી સ્વચ્છ દેશ હશે. આજે આપણા યુવાનો ટેકનોલોજી ભણવા અને કમાવવા વિદેશ જઈ રહ્યા છે. પરંતુ 2047 માં ભારત ટેકનોલોજીમાં સૌથી આગળ હશે. આજે દિવ્યાંગો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. તેઓ દિવ્યાંગો માટે સારી ટેકનોલોજી આવે અને વડાપ્રધાન તેમનો પત્ર વાંચે તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃPM Modi Shahjahanpur Visit: PM મોદી કહ્યું-ગંગા એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશની પ્રગતિના નવા દ્વાર ખોલશે
આ પણ વાંચોઃGSSSB Head Clerk Paper Leak 2021:પેપર લીક મામલે NSUI દ્વારા અસિત વોરાના ઘર બહાર વિરોધ