અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 લઈને બેઠકો(Lok Sabha election 2024) શરૂ ગઈ છે. જે માટે કેન્દ્રીય અમિત શાહે અત્યારથી જ કામગીરી શરૂઆત કરી દીધી છે. અમિત શાહે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.(Amit Shah meeting with gandhinagar MLAs) બેઠકમાં મતવિસ્તારમાં થયેલ વિકાસના કામો અંગે ચર્ચા કરી હતી. સાથે જ ચૂંટણીની આગામી રણનીતિને લઈને મનોમંથન કર્યું હતું.
ધારાસભ્યો સાથે બેઠક:શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ ખાતે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના મતક્ષેત્ર હેઠળના સાત વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. અમદાવાદના ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરા તેમજ સાણંદ, વેજલપુર, કલોલ અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.