- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સહપરિવાર સાથે જગન્નાથ મંદિરની મુલાકાત કરી
- ભગવાન જગન્નાથની આરતી કરી તેમજ ગૌદાન કર્યું
- ઉત્તરાયણના પર્વે દાન-પુણ્યનો મહિમા
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોટા તહેવારો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં માણવાનું પસંદ કરે છે. મકરસંક્રાંતિના પર્વે પણ દર વર્ષે તેઓ અમદાવાદ આવે છે. અમદાવાદમાં સહ પરિવાર અને કાર્યકરો સાથે તેઓ મકરસંક્રાંતિનો ઉત્સવ ઉજવે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરની મુલાકાત લીધી ઉત્તરાયણનું પર્વ સ્કંદપુરાણ પ્રમાણે દાન માટે ઉત્તમ
મકરસંક્રાંતિ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. આ સમયગાળા દરમિયાન સ્કંદ પુરાણ અને શાસ્ત્ર પ્રમાણે દાન અને પૂણ્યનું મહત્વ છે. જેને લઇને લોકો ગાયોને ઘાસચારો નાખે છે, તેમજ ગરીબોને દાન આપતા હોય છે. ખાસ કરીને ભગવાનના દર્શન કરતા હોય છે.
મંદિર ટ્રસ્ટ તરફથી અમિત શાહને યાદગીરી ભેટ અપાઈ
દર વર્ષની જેમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ વખતે પણ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરીને મકરસંક્રાંતિના પર્વની શરૂઆત કરી હતી. અમિત શાહ તેમના ધર્મ પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે પહોંચ્યા હતા. તેમણે ભગવાનની આરતી કરી હતી. મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાદગીરી ભેટ આપવામાં આવી હતી.
ગજરાજોને અમિત શાહે ફળ ખવડાવ્યા
અમિત શાહે સહપરિવાર ભગવાન જગન્નાથની આરતી કર્યા બાદ જગન્નાથના પ્રસિદ્ધ ગજરાજોને ફળો અર્પણ કર્યા હતા. આ સાથે જ ગૌ દાન કર્યું હતું અને પૂજાવિધિ કરીને ગૌ માતાના આશીર્વાદ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દર વખતે અમિત શાહ રથયાત્રામાં જગન્નાથ મંદિર આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે રથયાત્રા નીકળી શકી નહોતી.