ન્યૂઝ ડેસ્ક : ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આજે રવિવેરે રાજ્યના તાપી અને નર્મદા જિલ્લામાં બે જાહેર સભાઓ કરશે. શાહ આજે રવિવારે તાપીના નિઝર ગામમાં અને નર્મદાના ડેડિયાપાડા શહેરમાં જાહેર સભા કરશે.
PM મોદી ગુજરાતના સૌરાષ્ટ્રમાં રેલીઓ કરશે :વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓછામાં ઓછા આઠ કાર્યક્રમોમાં ભાગ લે તેવી અપેક્ષા છે. જે સૌરાષ્ટ્રથી સુરત સુધીના રાજ્યને પાર કરે છે. PM મોદી 20 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી સતત ત્રણ દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાં રેલીઓ કરવાના છે. આ રેલીઓમાં 1.5 લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે, એમ સૂત્રએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદી આજે 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં ત્રણ, 21 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે અને 22 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં બે રેલી કરશે. આજે રવિવારે સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાર રેલીઓને સંબોધવાના છે. વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદ ખાતે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી 21 નવેમ્બરે નવસારીની મુલાકાતે આવે તેવી શક્યતાઓ :યોગાનુયોગ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની આ વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપ એક પણ બેઠક જીતી શક્યું ન હતું. ભાજપે રાજ્યની ચૂંટણી જીતી હતી, પરંતુ પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપતા આ ગઢને તોડી શક્યા નથી. ત્રીજા દિવસે વડાપ્રધાન મોદી સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં ત્રણ રેલીઓ કરશે. ભરૂચ ભૂતકાળમાં કોંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલનો મતવિસ્તાર હતો. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જેઓ નવસારીના વતની છે તેઓ આ લોકસભા બેઠક ભારે માર્જિનથી જીતી રહ્યા છે. કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરે નવસારીની મુલાકાતે આવે તેવી શક્યતા છે, તે જ દિવસે વડાપ્રધાન મોદી નવસારીમાં આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ભાજપ પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે :વડાપ્રધાન મોદી જેઓ ગુજરાતના વતની છે, તેઓ પશ્ચિમી રાજ્યમાં પાર્ટીને વધુ વેગ આપવા માટે અહીંના રોકાણ દરમિયાન રાજ્યના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરશે તેવી અપેક્ષા છે. ગુજરાતમાં ભાજપ પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે અને નરેન્દ્ર મોદી રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યપ્રધાન છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સીઆર પાટીલના નેતૃત્વમાં પાર્ટી 140થી વધુ સીટો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
મત ગણતરી 8 ડિસેમ્બરે થશે :રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી, 48 આ પ્રદેશમાં છે, જ્યાં પ્રથમ તબક્કામાં જ 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર આંદોલનને કારણે મળેલા સમર્થનના આધારે અહીં 28 બેઠકો જીતી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 2012માં 30થી ઘટીને માત્ર 19 રહી ગઈ હતી. ગુજરાત રાજ્ય કે જેમાં 182 વિધાનસભા મતવિસ્તારો છે, બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. મત ગણતરી 8 ડિસેમ્બરે થશે, જે હિમાચલ પ્રદેશના પરિણામની તારીખ સાથે સુસંગત છે.