અમદાવાદઃ ગૃહ પ્રધાન અમિત શાહની વિશેષ ઉપસ્થિતમાં આજે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે AMC દ્વારા નિર્મિત 307 કરોડના અલગ અલગ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા(Amit Shah Sola Program)કાર્યોનાંખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જાહેર સભા સ્વરૂપે યોજાયો છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતીયુક્ત બને તે દિશામાં અમિત શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમિત શાહનું સંબોધન -ઘણા સમય પછી ગુજરાતમાં આવ્યો છું. હું વિકાસના કામો માટે થઈ આવ્યો છું. સવારે પણ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. કોરોનાકાળ હોવા છતાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કોઈ વિકાસના કામો અટવાયા નથી. અંદાજે 350 કરોડ કામોનું આજે લોકાર્પણ કર્યું છે. કરોડો રૂપિયાના કામોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 826 આવાસો આજે મળવાના છે. 826 પરિવારો આજે ઘરના ઘરમાં જવાના કામો નરેન્દ્ર મોદીએ કર્યું છે. અમદાવાદના થલતેજ વોર્ડમાં કચરામાંથી કંચન બનાવવાનું કામ સરકારે કર્યું છે.અનેક વિકાસના કામોથી ગાંધીનગર મતક્ષેત્રના લોકોને સેવાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ યાત્રાની શરૂ કરી છે.
કોંગ્રેસ પર અમિત શાહે આકરા પ્રહારો કર્યા -કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે આપ્યું નિવેદન કે કોંગ્રેસના શાસનમાં ક્યાં પ્રકારના અત્યાચારો થયા છે. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ કાશ્મીરમાંથી ધારા 370ને હટાવી દીધી આ એક જ ક્ષણે આ નિર્ણય કરવામાં આવ્યો. કાશ્મીર ફિલ્મ ન જોઈ હોય તો જોઈ લેજો. કેટલા અત્યાચારો થયા હતા. કોરોનાકાળમાં રાહુલ બાબા માત્ર ટ્વીટ પર ટ્વીટ કરતા હતાં. પરંતુ વડાપ્રધાને તમામ સેવકોને કામે લગાવી પ્રજાની સેવા કરવા મોકલ્યા હતા. કોરોના કાળની ત્રીજી લહેરમાં વડાપ્રધાને આપેલી રસી થકી લોકો બચી ગયા છે. 60 કરોડ લોકોને બે વર્ષ સુધી મફત અનાજ આપવાનું કામ દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પરંપરા આગળ વધી રહી છે. ગાંધીનગર લોકસભાની આદર્શ લોકસભા બનાવવા સૌ સાથે મળી કામ કરીશું. જેમને નવા ઘરો મળવાના તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.