અમદાવાદઃ શહેરની પાસે આવેલી સાણંદ GIDCમાં સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. જેને ઓલવવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડ કૉલ મળતાં 27 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.જે સવારથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. છતાં હજુ સુધી આગ ઓલવાઈ નથી. જેથી તંત્રમાં દોડધામ મચી છે.
અમિત શાહ સાથે કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક
- સાણંદ GIDCમાં સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ હજુ પણ બેકાબૂ
- જિલ્લા કલેક્ટરે ઘટના અંગે અમિત શાહ સાથે કરી સમીક્ષા
- આગને કાબૂમાં લેવા NDRF ટીમની લેવાશે મદદ
સાણંદ GIDCમાં બેકાબૂ બનેલી આગ અંગે અમિત શાહે કરી સમીક્ષા, આગને કાબૂમાં લેવા NDRFની લેવાશે મદદ
મળતી માહિતી પ્રમાણે, સાણંદ GIDCમાં લાગેલી આગને ઓલવવા માટે 35 ફાયર ફાઈટર સાથે 270નો સ્ટાફ કામ કરી રહ્યો છે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ સાથે આ બાબતે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં NDRFની મદદ લેવાનું નક્કી થયું છે. હાલ યુનિચાર્મ કંપનીમાં NDRF ટીમની આગને કાબૂમાં લેવા માટે કાર્ય કરી રહી છે. આ અંગે અમદાવાદ કલેક્ટર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે.
સાણંદ GIDCમાં બેકાબૂ બનેલી આગ અંગે અમિત શાહે કરી સમીક્ષા
ઉલ્લેખનીય છે કે, સાણંદ GIDCમાં આવેલી સેનેટરી પેડ બનાવતી યુનિચાર્મ કંપનીએ ડાયપરની સૌથી મોટી જાપાની કંપની છે. જેમાં આજે સવારે ભાષણ આગ લાગી હતી. જેના ધૂમાડા બે કિલોમીટર સુધી દેખાતા હતા દોડધામ મચી હતી. સદનસીબે આ આગ સવારે પ્રથમ શીફ્ટ શરૂ થાય તે પહેલા લાગી હતી. જેથી કોઈ જાનીહાનિ થઈ નથી.
આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમ સાણંદ ફાયર ફાયટરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડની 27 ગાડીઓ પણ આગ પર કાબુ મેળવવાં પહોંચી હતી. સાથે લોકલ પાણીના ટેન્કર પણ કંપની પર પહોંચી ગયા હતા.છતાં પણ આગ પર કાબૂ ન મેળવાતા NDRFની મદદ લેવાનો નિર્ણય લેવાયો છે.