- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસય ગુજરાતની મુલાકાતે
- ગૃહપ્રધાન તેમના મતવિસ્તારમાં વિકાસના કામોની કરશે સમીક્ષા
- અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે વિકાસ સંકલન બેઠકમાં હાજરી આપશે
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લા અને તેમના લોકસભા મતવિસ્તારમાં વિકાસના કામોની સમીક્ષા કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. રાજ્ય સરકારના એક અધિકારીએ આ માહિતી આપી હતી. મીડિયાને આપવામાં આવેલા અંદાજિત સમયપત્રક મુજબ, શાહ શનિવારે સાંજે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (ડીશા) ની બેઠકમાં હાજરી આપશે.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
બેઠકમાં ગૃહપ્રધાન પણ હજરી આપશે
જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (ડીશા) ની બેઠક જે જિલ્લામાં વિવિધ લોકલક્ષી વિકાસ કાર્યોના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વધુ સારી રીતે સંકલન સુનિશ્ચિત કરે છે. શનિવારે સાંજે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (ડીશા) ની બેઠક યોજાશે. જેમાં ગૃહપ્રધાન પણ હજરી આપશે.