અમિતશાહ ગૃહપ્રધાન બન્યા પછી પ્રથમવાર અમદાવાદની મુલાકાતે આવ્યા છે. જેમાં તેમણે 75 કરોડના ખર્ચે બનાવેલ ઇન્કમટેક્ષ ફ્લાયઓવર અને 18 કરોડના ખર્ચે બનાવેલ ડી. કે. પટેલ હોલનું લોકાર્પણ કર્યું હતું. જંગી બહુમતીથી જીત્યા બાદ આ અમિત શાહનો પ્રથમ પ્રવાસ છે અને રથયાત્રા હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ સવારે જગન્નાથ ભગવાનની મંગળા આરતી ઉતારશે.
અમિત શાહના હસ્તે 75 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ - cm rupani
અમદાવાદઃ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે વિવિધ વિકાસ કાર્યોની 75 કરોડની ભેટ આપી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ahd
અમિત શાહે જણાવ્યું કે, આ પ્રસંગ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણકે આજે મને મોકો મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ, મતદારો અને બીજા તમામ લોકોનો આભાર માનવાનું કે જેમના લીધે ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજય પ્રાપ્ત થયો છે. ઘણા સમયથી ગુજરાતમાં આવવું હતું. પરંતુ, સમય મળતો ન હતો. આ વખતે જ્યારે સમય મળ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કરું છું.