- અમદાવાદીઓને પડતી ટ્રાફિકની સમસ્યાનું થશે નિરાકરણ
- અમદાવાદમાં 2 નવા ફ્લાયઓવરનું લોકાર્પણ
- એસ.જી.હાઇવે પર થશે ટ્રાફિક સમસ્યા હળવી
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ઈ-લોકાર્પણ
અમદાવાદ: અમદાવાદીઓને પડતી મોટી સમસ્યાઓ એટલે ચાર રસ્તાઓ પર ટ્રાફિક અને એ જ ટ્રાફિકના લીધે થતા ગંભીર અકસ્માતોનું હવે નિરાકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદના હાર્દ સમાન એસ.જી.હાઈવે પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે. આ વાહનચાલકોની મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ ફલાયઓવરનું ઇ-લોકાર્પણ કરાયું હતું. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ હવે વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.
અમદાવાદમાં વધુ 2 ફ્લાય ઓવર બ્રીજનું અમિત શાહે કર્યું લોકાર્પણ સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં થયું લોકાર્પણ
અમદાવાદમાં નિર્માણ પામેલા રૂપિયા 71 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાયઓવરનું આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુદ્દતથી 4 મહિના બાદ બ્રીજનું લોકાર્પણ
એસ.જી હાઇવે પર ઉજાલા સર્કલથી ચિલોડા સુધીના 867 કરોડના ખર્ચે 6 લેન પ્રોજેક્ટના બે બ્રિજ નિયત કરેલી મુદતના ચાર મહિના બાદ તૈયાર થઈ ગયા છે.
સાણંદ બ્રિજ 36 કરોડમાં તૈયાર
સરખેજ-સાણંદ ચાર રસ્તા ખાતે 240 મીટર લંબાઇનો બ્રિજ 36 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અહીં પણ લાખો લોકોની અવરજવર રહે છે. પકવાન પછી સૌથી વધુ ટ્રાફિક આ સર્કલ નજીક જોવા મળે છે.
44 કિમીના માર્ગને સિક્સ લેનમા રૂપાંતરિત કરવાની કામગીરી પૂરજોશમાં
નેશનલ હાઇવે 147 પર સરખેજ,ગાંધીનગર,ચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર 11 જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
સિંધુભવન ચાર રસ્તા ફ્લાય ઓવરનું નિર્માણ
સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજની લંબાઈ 28 મીટર તદનુસાર 28 મીટરના સિંધુભવન ચાર રસ્તા ફ્લાય ઓવરનું રૂપિયા 35 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ પણ 28 મીટરની લંબાઇ સાથે રૂપિયા 36 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, સાસંદો, ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.