અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ઉમેદવારોની પસંદગી કરવામાં ભાજપ ખૂબ ધ્યાન રાખી રહ્યું છે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે ત્રિદિવસીય બેઠક યોજાઈ હતી. તેમાં ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી હતી. ત્યારે હવે વિધાનસભાની 182 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. સામેલ નામો 4 તબક્કાની આકારણી નિરીક્ષણ પદ્ધતિમાંથી પસાર થયા હતા. ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કવાયત કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah Home Minister) અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
સંસદીય બોર્ડની બેઠકમાં લેવાશે નિર્ણય કેન્દ્રિય ગૃહપ્રધાને આ પ્રક્રિયા દરમિયાન પક્ષ દ્વારા હાથ ધરાયેલા ત્રણ સર્વેક્ષણોના તારણો પર સંગઠનના નેતાઓના મંતવ્યો ધ્યાનમાં લીધા હતા. ત્યારબાદ પેનલની રચના (Gujarat BJP Candidates Panel) કરી હતી. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) વચ્ચેની બેઠક અને દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક (BJP Parliamentary Board meeting) બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.