ગુજરાત

gujarat

ETV Bharat / state

210 કરોડમાં થશે વિકાસ, અમિત શાહે ગુજરાત માટે કરી મોટી જાહેરાત - Amit shah gujarat visit

દેશના ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે (Amit shah gujarat visit) આવ્યા છે, ત્યારે તેમના દ્વારા પોતાના લોકસભા વિસ્તારમાં 210 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા.

210 કરોડમાં થશે વિકાસ, અમિત શાહે ગુજરાત માટે કરી મોટી જાહેરાત
210 કરોડમાં થશે વિકાસ, અમિત શાહે ગુજરાત માટે કરી મોટી જાહેરાત

By

Published : Jul 24, 2022, 4:15 PM IST

અમદાવાદ : ગૃહપ્રધાન અમિતશાહે (Amit shah gujarat visit) પોતાના લોકસભાના વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામોના લોકાર્પણ કર્યા હતા. જેમાં બોપલમાં વોટર સપ્લાય પ્રોજેકટ, મણિપુર - ગોધાવી નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લોકર્પણ તેમજ એસ.પી.રિંગ રોડ પરના કમોડ જંકશન પર ઓવરબ્રિજ અને એસ.પી.રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

210 કરોડમાં થશે વિકાસ, અમિત શાહે ગુજરાત માટે કરી મોટી જાહેરાત

મોદી વડાપ્રધાન બન્યા પછી: ગૃહપ્રધાન અમિતશાહે જણાવ્યું હતું કે, 2014માં નરેદ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલાય પણ ગુજરાતનો વિકાસ અટક્યો નથી. દુનિયામાં પહેલું નેનો યુરિયા ખાતરનું કારખાનું કલોલ બન્યું છે. ડિસેમ્બર સુધીમા દરેક ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નલ સે જલ યોજના, દરેક વ્યક્તિને વડાપ્રધાન આયુષ્ય માનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શહેર અને આજુબાજુના વિસ્તારના કુલ 14 તળાવોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જ્યારે 1200 તળાવો નવા બનાવવમાં આવશે.

9.69 કરોડમાં આધુનિક સ્પોર્ટ્સ કોપ્લેક્ષ

9.69 કરોડમાં આધુનિક સ્પોર્ટ્સ કોપ્લેક્ષ:ભારતના ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગોધાવી - મણિપુર રોડ પર અંદાજિત 9 કરોડ 69 લાખના તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકર્પણ (Ahmedabad bopal sports complex) કરવામાં આવ્યા હતું.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષ 68,920 ચોરસ કિમિ એરિયામાં ફેલાયેલું છે.જેમાં 400 મીટર સિન્થેટીક રનિંગ ટ્રેક,બાસ્કેટ બોલ કોર્ટ, કબબડી, ફૂટબોલ ગ્રાઉન્ડ, હાઈ જમ્પ, લોન્ગ જમ્પ જેવી રમત રમી શકાશે.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષમાં 500 વ્યક્તિ એક સાથે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં ચેનજીગ રૂમ, ફસ્ટ એઇડ રૂમ, સિક્યુરિટી કેબિન, ટોયલેટ બ્લોક, આર.સી.સી. પ્રિ કાસ્ટ ડ્રેઇન તથા કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

બોપલના 5000 ઘરને નર્મદાનું પાણી:અમદાવાદ ઔડા દ્વારા અંદાજિત 77.53 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 3 પાણી ટાંકી તૈયાર કરવામાં આવી છે.જેનું લોકાર્પણ આજ ગૃહપ્રધાન અમિતશાહ ના હસ્તે કરવામાં આવ્યું છે.જેનાથી આગામી સમયમાં હાલના 6 ઝોનમાં 1,3,5 અને 6 સમાવિષ્ટ વિસ્તારની કુલ અંદાજિત 184 સોસાયટી કુલ 17,191ના મકાનોના આશરે 80,000 લોકોને પાણી પહોંચાડવામાં આયોજન કરવામાં આવ્ય આવશે. આ કામો આગામી સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે
હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ:આગામી 13, 14, 15 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આઝાદી સમયથી દેશનો વિકાસ સતત થઈ રહ્યો છે. જેથી આપણે પોતાના ઘર પર તિરંગો લહેરાવીએ. હર ઘર તિરંગા અભિયાનમાં આપણે સૌ સહભાગી બનીએ.

ABOUT THE AUTHOR

...view details