અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, મોદી સરકારની ઝીરો ટોલરન્સ (amit shah drugs issue in lok sabha) નીતિને કારણે ડ્રગ્સ પકડવામાં વધુ સરળતા મળી રહી છે. ડ્રગ્સથી આતંકવાદને મદદ મળી રહી છે, તેને આપણે બંધ કરવી જ રહી. નશા મુક્ત ભારત માટે આપણે સંકલ્પ લેવો જોઈએ. ડ્રગ્સ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ અને આપણે બધાએ સાથે મળીને સામુહિક લડાઈ લડવી પડશે, ત્યારે ભારત ડ્રગ્સ મુક્ત બનશે. અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં આવતું ડ્રગ્સ વાયા પાકિસ્તાન થઈને આવી રહ્યું છે.(coast drugs caught of gujarat)
અમિત શાહની લોકસભામાં માહિતીશાહે લોકસભામાં માહિતી આપી હતી કે કસ્ટમ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા નવા સોફ્ટવેરથી એજન્સીને મુન્દ્રા પોર્ટમાં 3000 કિલો ડ્રગ્સ શોધી કાઢવામાં મદદ મળી છે. 2006-2013 દરમિયાન જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 33,000 કરોડ રૂપિયા હતી, જે 2014-2022 દરમિયાન વધીને 97,000 કરોડ થઈ છે. 2014થી નોંધાયેલા નાર્કોટિક્સ સંબંધિત કેસોની સંખ્યા 4,14,697 છે, જે 2006-2013 દરમિયાન નોંધાયેલા 1,45,062 કેસ કરતાં 185 % વધુ છે. મોદી સરકાર દરમિયાન થયેલી ધરપકડની સંખ્યામાં 220 ટકાનો વધારો થયો છે અને તે અગાઉના આઠ વર્ષમાં 1,62,908ની સરખામણીએ 5,23,234 ધરપકડ થયેલી છે. ઈડીએ 2006-2013 દરમિયાન 22,45,000 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું જ્યારે 2014-2022 દરમિયાન 62,60,000 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. (drugs issue in Lok Sabha)
ડ્રગ્સ પકડવાની સ્ટ્રેટેજીઅમિત શાહે કહ્યું હતું કે, સરકારે જિલ્લાથી માંડીને દિલ્હી સુધી એન્ફોર્સ કમિટી બનાવીને ડ્રગ્સ પકડવાની સ્ટ્રેટેજી બનાવી છે. જેને કારણે જ ભારતમાં આવતું ડ્રગ્સ ઝડપવામાં મદદ મળી રહી છે. અમિત શાહે લોકસભામાં માહિતી આપી હતી કે, આઝાદીના 75 વર્ષે 60 દિવસમાં 75 હજાર કિલો ડ્રગ્સ સળગાવી દેવાનો ટાર્ગેટ રાખ્યો હતો. પણ મને આનંદ થાય છે કે અમે 1 લાખ 60 હજાર કિલો ડ્રગ્સ બાળી નાખ્યું છે. અમે 2019માં વિવિધ તબક્કામાં ચાર સ્તરની એન-કોડ સમિતિની રચના કરી છે. તેમાં જિલ્લાથી લઈને કેન્દ્ર સુધી સંકલન કરવામાં આવે છે. અમે 472 જિલ્લામાં મેપિંગ કરીને ડ્રગ્સના સપ્લાયરને શોધી કાઢયા છે. (Union Home Minister Amit Shah) આ જ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં સૌથી વધારે ડ્રગ્સ ઝડપાયું છે.
આ પણ વાંચોવિપક્ષનો આક્ષેપ રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા, મેયરે કહ્યું ખોટા આક્ષેપો
બે વર્ષમાં 6000 કિલો કરતાં વધુ ડ્રગ્સ પકડાયુંગુજરાતની વાત કરીએ તો ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે. આથી આતંકવાદી પ્રવૃતિ માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. પણ છેલ્લા બે વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી 6,000 કિલો કરતાં વધુ ડ્રગ્સ પકડાયું છે. (Drugs seized from Gujarat port)
એજન્સીઓનું સતત પેટ્રોલિંગ અને ચેકિંગગુજરાતના કચ્છ, પોરબંદર અને દ્વારકા બંદરના વિસ્તારમાં ગુજરાત ATS, BSF અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું સતત પેટ્રોલીંગ રહે છે અને કસ્ટમ વિભાગ, DRI અને નેશનલ ઇન્વેસ્ટિંગ એજન્સીનું સતત ચેકિંગ રહેતું હોય છે. જેને કારણે દુશ્મનો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવા માટે નિષ્ફળ જઈ રહ્યા છે.