અમિત ચાવડાએ ભાજપ પક્ષ અને સરકાર પર આક્ષેપ કર્યા હતા કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં થયેલી ધટના બાદ આરોપીઓમાં સરકાર અને પોલીસ તંત્રનો ડર નથી રહ્યો. જ્યારે આવી ધટનાથી મહિલાઓના માન સન્માન તથા સુરક્ષાઓ પર પ્રશ્નો થઇ રહ્યા છે. સાથે જ ભાજપ પક્ષના ધારાસભ્યો મહિલાઓ સાથે ગેરવર્ણતુક કરી હતી. અમદાવાદમાં નરોડાના ધારાસભ્યએ મહિલાને જાહેરમાં મારી, ત્યારબાદ રાજ્કોટમાં ધારાસભ્યએ મહિલાને જાહેરમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આજના બનાવથી હવે આરોપીઓમાં સરકાર અને પોલીસનો કોઇ ડર નથી રહ્યો, પરંતુ જો સરકાર અને તંત્ર કોઇ પગલા નહીં ભરે તો આવનારુ ભવિષ્ય હજુ પણ ખરાબ હશે. તેથી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ અમિત ચાવડાએ કરી હતી.
સરકાર પગલા નહીં ભરે તો આવનારા દિવસો હજી ખરાબ હશે: અમિત ચાવડા - AHD
અમદાવાદ: જિલ્લામાં નવરંગપુરા વિસ્તારમાં આવેલ યુવતીના પીજીમાં મોડી રાત્રે એક યુવકે ગેરકાયદેસર પ્રવેશ કરીને યુવતીની શારીરીક છેડતી કરી હતી. જેને લઇને રાજ્યાં મોટો પડધો પડયો છે. મહિલા સુરક્ષાના લિરેલિરા ઉડી ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા હતા. ઉપરાંત જો રાજ્ય સરકાર કોઇ પગલા નહીં ભરે તો આવનાર દિવસો હજુ ખરાબ હોવાની આશંકા પણ કોંગ્રેસે વ્યક્ત કરી હતી.
સરકાર પગલા નહીં ભરે તો આવનારા દિવસો હજી ખરાબ હશે: અમિત ચાવડા
આ સમગ્ર ઘટનાને લઇને ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ દર્શની કોઠીયાએ કોંગ્રેસના આક્ષેપને ફગાવતા જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં મહિલાઓ સંપુર્ણ પણે સુરક્ષિત છે. પરંતુ આ ધટના નિંદનિય છે જેને વખોડુ છુ. જ્યારે મહિલા મોરચા દ્વારા સરકારને રજુઆત કરીને આરોપીની સખ્તમાં સખ્ત સજા થાય તેવી માગણી કરવામાં આવશે. આ ઉપરાંત જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં મહિલાઓ ખુલ્લેઆમ ભય વગર રાજ્યમાં ફરી રહી છે.