અમદાવાદ: કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે, તેઓ કેમ છુપાયેલા છે. હવે બહુ થયું શહીદ થયેલા જવાનોનો બદલો ચોક્કસ લેવો જોઈએ આપણા સૈનિકોની હત્યા કરવાની ચીનની હિંમત કેવી રીતે થઈ. આપણી જમીન પર કબ્જો જમાવવાની તેમની હિંમત કેવી રીતે થઈ. નોંધનીય છે કે લદ્દાખની ગલવાનમાં સોમવારે રાત્રે ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાના વીર જવાનો શહીદ થયા છે.
ચીન હુમલા મુદ્દે મોદીએ બોલવું જોઈએ, ખભેથી ખભો મિલાવીને કામ કરીશું: અમિત ચાવડા
ભારત-ચીન વચ્ચે લદ્દાખ સહદેવમાં ખૂબ તણાવ હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોળો મારવાની એક પણ તક છોડતા નથી. તેમણે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા હિંસક ઝડપ કરવામાં આવી હતી. જેમાં 20થી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા છે તેને ભૂલી ગયા હતા, ત્યારે આ તમામ મુદ્દે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે, તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષે કર્યા હતા.
ચીન હુમલા મુદ્દે મોદીએ બોલવું જોઈએ, ખભેથી ખભો મિલાવીને કામ કરીશું: અમિત ચાવડા
ચીન સાથે થયેલી હિંસક બનાવોમાં ભારતે વળતો જવાબ આપવો પડશે, જે મુદ્દે કોંગ્રેસ પક્ષ પહેલા દિવસથી જ સૈન્યની સાથે હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસ પ્રમુખ વધુ એ જણાવ્યું હતું કે સૈન્યની સાથે જ દેશના વડાપ્રધાનની પણ જવાબદારી છે કે સૈન્યનો જુસ્સો વધારો અને સૈન્યનું મનોબળ મજબુત કરવું જોઇએ ત્યારે હવે જોવું રહ્યું ભારત વળતો બદલો ક્યારે લે છે.