સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતાની લડાઈમાં કોંગ્રેસની સાથે હતાં. તેઓ તેમના પહેલા પ્રમુખ રહી ચૂક્યા છે અને આજે પણ કોંગ્રેસમા તેમનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. ભાજપની સરકારે ભૂલવું ન જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીની હત્યા બાદ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભાજપ ભૂલે નહિ સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂક્યો હતોઃ અમિત ચાવડા - સરદાર પટેલ મુદ્દે ભાજપ-કોંગ્રેસના મત
અમદાવાદઃ 31મી ઓક્ટોબરના રોજ પૂર્વ નાયબ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલા ટ્વિટ પર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે સરદાર પટેલ કોંગ્રેસ પાર્ટીના પહેલા પ્રમુખ અને દેશના પ્રથમ ગૃહપ્રધાન હતાં, જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા વિભાજનકારી સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો.
amit-chavda
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિવાદાસ્પદ ટ્વિટ કરતાં લખ્યું હતું કે આખું દેશ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા અને રાહુલ ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતી પ્રતિક્રિયા આપી નથી. આ ટ્વીટ બાદ અમિત ચાવડાએ ભાજપ અને સંઘ પર આકરા પ્રહારો કર્યા હતાં.