દ્વારકાઃ રાજ્ય સભાની ચૂંટણીમાં 82 દ્વારકા વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવા અંગેની અપીલ કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે તેમની અરજીને નામંજૂર કરી છે. જેથી તે આગામી રાજ્યસભાની ચૂંટણી મત આપી શકશે નહીં.
સુપ્રીમકોર્ટે પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેકને આપેલા આદેશને અમિત ચાવડાએ ન્યાયિક પ્રક્રિયા ગણાવી - Sabha elections
19મી જુને ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપની સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવાના મામલે રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે. તેથી તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કોંગ્રેસ પક્ષ ન્યાયિક નિર્ણય ગણાવ્યો હતો.
ભાજપનું સંખ્યાબળ 103નું જ રહેશે રાજ્યસભાની બેઠક જીતવા માટે એક-એક મત હવે મહત્વનો છે, ત્યારે આ સમાચાર ભાજપ માટે કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે તે આગામી સમય જ બતાવી શકે છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલો નિર્ણય ન્યાયિક નિર્ણય ગણાવ્યો છે.
આગ વાત કરતાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ અંગે પણ હાઇકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈ વિચાર વિમર્શ કરવામાં આવશે. સાથે જ નિષ્ણાતોની સલાહ લઇ આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ પણ કોર્ટમાં કાર્યવાહી કરવાની ચીમકી દર્શાવી હતી. જો કે, આ તમામની વચ્ચે ભાજપને ત્રણ બેઠક જીતવી તે લોઢાના ચણા ચાવવા જેવી બાબત બની રહેશે.