આ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે, કેન્દ્રની NDA 2 સરકાર 100 દિવસની ઉજવણી કરી રહી છે. 100 દિવસોમાં દેશમાં બેરોજગારી વધી છે, ખેડૂતો અને યુવાનો પાયમાલ બન્યા છે, ધંધાઓ બંધ થયા છે અને સરકાર દ્વારા અમુક મુદ્દાઓ પર ઉન્માદ ઉત્પન્ન કરી લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની સરકાર લોકોની અપેક્ષા પર નિષ્ફળ ગઈ છે.
સરકારે લોકોને અંધારામાં રાખી ટ્રાફિક દંડમાં ખોટો વધારો કર્યો: અમિત ચાવડા - અમદાવાદ
અમદાવાદ: સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરી દંડમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ કોંગ્રેસે સરકાર પર લોકોને અંધારામાં રાખી ખોટો વધારો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્રાફિક નિયમોના ફેરફાર, દંડમાં વધારો, તથા ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા નિયમોના ઉલ્લંઘન પર આરોપો લગાવવામાં આવ્યો છે.
ટ્રાફિક નિયમોમાં ફેરફાર અને તોતિંગ દંડ વધારા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમો જરૂરી છે અને અમે તેના સમર્થનમાં છીએ. સરકારે જે મુજબ વધારો કર્યો છે. તે યોગ્ય નથી. શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન સરકારે કર્યો નથી અને અચાનક આ રીતે દંડ વધારાથી લોકો પરેશાન થયા છે. સૌપ્રથમ સરકારે ટ્રાફિક ઓફિસરોની ભરતી કરવી જોઈએ અને દરેક ચોરાહા પર સિગ્નલ લગાવવા જોઈએ. લોકો વેહિકલ ટેક્સ ભરે છે. જેનાથી સરકારને કરોડોનો ફાયદો થાય છે, આ વધારો ખોટી રીતે કરાયો છે.