- અમદાવાદ શહેરમાં કોરોના કેસો વધતા તંત્રને યાદ આવ્યા નિયમો
- કોર્પોરેશન સ્થિત તમામ જગ્યાએ વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત
- શહેરમાં ફરી બનાવવામાં આવશે ટેસ્ટિંગ ડોમ
અમદાવાદઃગુજરાતમાં તહેવારો(Festivals in Gujarat) બાદ ફરી એક વખત કોરોના કેસ (Corona's case)વધતાં તંત્ર હરકતમાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં કોરોના દર્દીના પોઝિટિવ કેસ વધારો થતાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે ત્યારે કોરોના કેસમાં વધતા 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલાં વેક્સિનેશન સર્ટિફિકેટ(Vaccination certificate) તપાસવામાં આવશે.
કોર્પોરેશનની બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા વેક્સિનેશન સર્ટીફિકેટ બતાવવું પડશે
12મી નવેમ્બર થી વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ના લીધેલ હોય તેવા વ્યક્તિઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ(Kankaria Lakefront), કાંકરિયા ઝૂ(Kankaria Zoo) ,સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront), લાઇબ્રેરી જિમખાના સ્વીમિંગ પૂલ, AMC સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સીટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વાયરસના સર્ટીફિકેટ તપાસવા માં આવશે.
અમદાવાદમાં 73લાખ 84 હજાર 693 ડોઝ આપવામાં આવ્યા