અમદાવાદઅમેરિકા અને મેક્સિકો બોર્ડર (Trump Wall at US Mexico Border) પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા ઘૂસણખોરોને અટકાવવા ટ્રમ્પ વૉલ (Gujarati Family who falls to death from Trump Wall) તૈયાર કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો ઝપતા નથી ને આ દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે. આવો જ એક પ્રયાસ કર્યો હતો ગાંધીનગરના પરિવારે ને છેલ્લે મળ્યું તો શું માત્રને માત્ર મોત.
ગાંધીનગરનો પરિવાર વિખેરાયો અહીં ટ્રમ્પ વૉલ કૂદતી વખતે ગાંધીનગરના બ્રિજકુમાર યાદવનું તો ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અને 3 વર્ષીય બાળક ઈજાગ્રસ્ત થયું હતું. તો હવે આ મામલે અમેરિકાની એજન્સી (American Agency take care of Gujarati Family) અત્યારે મૃતકના પત્ની અને 3 વર્ષના બાળકનું ધ્યાન રાખી રહી છે.
અમેરિકાના બોર્ડર એજન્ટે બચાવ્યો બાળકનો જીવ આપને જણાવી દઈએ કે, ગાંધીનગરના રહેવાસી 32 વર્ષીય બ્રિજકુમાર યાદવ પરિવાર સાથે વિદેશ ફરવા ગયા હતા. તે દરમિયાન તેમણે ટ્રમ્પ વૉલ (Gujarati Family who falls to death from Trump Wall) કૂદવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક બ્રિજકુમારે એક હાથમાં તેમના ત્રણ વર્ષના બાળકને અને બીજા હાથમાં પત્નીને પકડીને ટ્રમ્પ વૉલ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ નિષ્ફળ ગયા હતા. તેઓ આ દિવાલ પરથી પોતાના બાળક સાથે મેક્સિકોમાં આવેલા તાઈજ્યુઆનામાં પડ્યા હતા. જ્યારે તેમનાં પત્ની અમેરિકાની સેન ડિયાગો સાઈડ પટકાયાં હતાં. જોકે, અમેરિકાના બોર્ડર એજન્ટે (Trump Wall at US Mexico Border) બાળકને બચાવી લીધો હતો.