અમદાવાદઃ શહેરમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 55 ફૂટની ઉંચાઇએથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં માણેકચોક વિસ્તારમાં આવેલી અનેક પોળોને સેનેટાઇ્ઝ કરવામાં આવી છે.
અમદાવાદમાં પ્રથમવાર હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઇઝેશન કરાયું - અમદાવાદ સેનેટાઇઝેશન
કોરોના વાઇરસને લઇને સમગ્ર દેશમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પ્રથમવાર હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. શહેરના કોટ વિસ્તારને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઉઝ કરાયો છે. શહેરના ફાયર વિભાગ દ્વારા સેનેટાઇઝેશન માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ અગાઉ અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં કોરોનાના લાખો કેસ સામે આવી શકે છે, જેને લઇ અમદાવાદની હોસ્પિટલોમાં અમેરિકા અને ઇટાલી જેવી અરાજકતા ન ફેલાય તેની અગમચેતીના પગલા લેવાયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે થ્રી લેયર વ્યવસ્થા શરૂ કરી છે.
આ અંગે કમિશ્નર વિજય નહેરાએ માહિતી આપી હતી. અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા AMC એક્શનમાં આવી ગયું છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં સેનેટાઈઝિંગ ટનલ મુકવામાં આવી છે. એલ.જી હોસ્પિટલમાં સેનેટાઈઝિંગ ટનલ મુકવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધુ હોવાથી ટનલ મુકાઇ છે, જેને લઇને હોસ્પિટલમાં પ્રવેશતા તમામ લોકોને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.