ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિત્તે રેલીનું આયોજન - gujarati news

અમદાવાદઃ 31મી મે એટલે ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’. ભારતમાં તમાકુના સેવન કરતા લોકોમાં વધારો જોવા મળી રહ્યો છે. તમાકુનું સેવન કરતા અનેક લોકો કેન્સરનો ભોગ બને છે. ત્યારે આ આંકડામાં વધારો ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સિવિલ હોસ્પિટલ અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત રેલી યોજવામાં આવી હતી.

અમદાવાદમાં વર્લ્ડ નો ટોબેકો ડે નિમિતે રેલીનું આયોજન

By

Published : May 31, 2019, 3:00 PM IST

Updated : May 31, 2019, 5:08 PM IST

સિવિલ હોસ્પિટલના બી.જે.મેડિકલ કેમ્પસથી રેલીની શરૂઆત થઈ હતી. જે સમગ્ર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરી હતી. આ રેલીમાં સિવિલનાં ડોકટર, નર્સ, બી.જે.મેડીકલના વિદ્યાર્થીઓ અને સાથે જ પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિત્તે રેલીનું આયોજન

300થી વધુ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી લોકોએ હાથમાં પોસ્ટર પણ રાખ્યા હતા જેમાં પોસ્ટરમાં વ્યસન મુક્તિ અને જાગૃતિ અંગેના મેસેજ હતા.ઉપરાંત પોલીસકર્મીઓ દ્વારા પેમફ્લેટ આપવામાં આવ્યા હતા જેમાં વ્યસન ના કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

Last Updated : May 31, 2019, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details