મચ્છરનો ઉપદ્રવ અટકાવવા સુતરીના દડાનો બોમ્બ બનાવીને નાખ્યા મકાનની અગાશી પર અમદાવાદ:રાજ્યમાં છેલ્લા દસેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રોગચાળો ફેલાવવાથી ખૂબ જ મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળો વધુ ન ફેલાય તે માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નવતર પ્રયોગ થકી અમદાવાદ શહેરમાં અગાસીમાં પાણીનો સંગ્રહ થતો હોય કે જે જગ્યાએ વધારે પાણીનો સંગ્રહ થતો હોય ત્યાં સુતળીના દડાથી એક બોમ્બ બનાવીને તેમાં નાખવામાં આવી રહ્યો છે, જેથી તેમાંથી પડતી એક અલગ પ્રકારની દવા તે પાણીમાં ફેલાઈને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા મદદરૂપ થાય છે.
મચ્છરનો ઉપદ્રવ અટકાવવામાં મદદરૂપ: ડોક્ટર ભાવિન સોલંકી જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બિલ્ડીંગની અંદર ઉપર જવાની જગ્યા ન હોય અને અગાસીમાં પાણીનો ભરાવો થતો હોય તે પાણીમાંથી મચ્છર ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. જેના કારણે તેના લોકોમાં પણ ભારે રોગચાળો ફેલાઈ શકે છે એ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુતરીનો બોલ બનાવીને મોસ્કીટો લાર્વી સાઇડલ ઓઈલમાં ડુબાડીને તેને તે અગાસીમાં નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે તેમાંથી જંતુનાશક દવા છૂટી પડીને તે પાણીમાં ફેલાય છે અને મચ્છરનો ઉપદ્રવ અટકાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
1300થી વધુ જગ્યા ઉપર ફેંકાયા સુતળીનો બોલ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 1300થી પણ વધુ જગ્યા ઉપર સુતળીનો બોલ બનાવીને ફેંકવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં તે સુતરીના બોલ નાખવામાં આવ્યા છે. પૂર્વ ઝોના 443, દક્ષિણ ઝોનમાં 258, મધ્ય ઝોનમાં 97, ઉત્તર ઝોનમાં 133, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 214, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 74 અને પૂર્વ ઝોનમાં 134 આમ કુલ મળીને 1353 જેટલા સૂતરી બનાવીને અલગ અલગ મકાનની અગાસી ઉપર નાખવામાં આવ્યા છે.
સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ કર્મચારીઓને હેલ્પ પણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ટોટલ 2373 જેટલા સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં મધ્યમ ઝોનમાં 66, પૂર્વ ઝોનમાં 312, ઉત્તમઝોનમાં 274, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 207, દક્ષિણ ઝોનમાં 768, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 237, પશ્ચિમ ઝોનમાં 509 આમ કુલ મળીને 2373 જેટલા મહિલા સફાઈ કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબિટીસ લોહી બ્લડપ્રેશર કિડની જેવા તમામ પ્રકારનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
- Ahmedabad Cholera Cases: અમદાવાદમાં સપ્ટેમ્બરમાં કોલેરાના 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં
- Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ