AMC 553 જેટલી પ્રોપર્ટી હરાજી કરશે અમદાવાદઃઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ ભરે અને તેનો ઉપયોગ શહેરના વિકાસ માટે થાય તે માટે અલગ અલગ રીતે યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો અમદાવાદ શહેરની જનતાએ ખૂબ જ ભોળો લાભ લીધો હતો. પરંતુ હજુ સુધી પણ અનેક કરદાતાઓ એવા છે કે જેને પોતાની ટેક્સની રકમ ભરી નથી. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કલેક્ટર ઓફિસથી તે પ્રોપર્ટી પર બોજો દાખલ કરવામાં આવ્યો હતો. હવે બોજો બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા તે પ્રોપર્ટીને હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
" અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ જે પ્રોપર્ટી ઉપર ટેક્સ બાકી હોય તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. કલેક્ટર કચેરી તથા સીટી સર્વોના આધારે તે પ્રોપર્ટી પર બોજો નાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધી 58 જેટલી મોટા બાકીદારો પર બોજો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 615 જેટલી મિલકતોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાંથી 62 જેટલા કરદાતા હોય ટેક્સ ભર્યો છે. જ્યારે 553 જેટલા પ્રોપર્ટી ધારકોએ હજુ સુધી ટેક્સ ભર્યો નથી. તેમની આગામી સમયમાં હરાજી કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે"--જૈનિક વકીલ (પ્રોપર્ટીનો ટેકસ બાકીરેવન્યુ કમિટીના ચેરમેન)
તમામ પ્રુફ લેવામાં આવશે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુલાઈ માસના અંતમાં પાંચ મિલકતોને હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં જે સ્થળ પર હરાજી થતી હોય તે સ્થળ પર સિક્યુરિટી મારફતે કોડન કરવામાં આવશે. આ હરાજીમાં ટેક્સ કલેકટર અને અધિકારીઓ પણ હાજર રહેશે. હરાજી માટે સક્ષમ અધિકારી તેમ જ પ્રતિનિધિ દ્વારા હરાજી શરૂ થવાની જાહેરાત કરવામાં આવશે. તેના બીડરોની પણ બીડ અંગે જાહેરાત આપવામાં આવશે. કાયદેસર બીડોરોના આઈડી પ્રૂફ મેળવી હરાજીની ટર્મ્સ એન્ડ કન્ડિશનની કાયદેસરની સહી કરવામાં આવશે. હરાજીની રકમ સ્થળ પર સ્વીકારવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જે વ્યક્તિ પૂરેપૂરો ટેક્સ ભરી દેશે તો તેની પ્રોપર્ટી ની હરાજી કરવામાં આવશે નહીં. જો કોઈ પણ વ્યક્તિ તે પ્રોપર્ટી ખરીદવા તૈયાર નહીં થાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક રૂપિયાના ટોકન પેટે મિલકત પોતાના નામે કરીને કબજો એસ્ટેટ ખાતાને સોંપવામાં આવશે.
હરાજી કરવાનો નિર્ણય:આ પાંચ પ્રોપર્ટીની થશે હરાજીહાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન શોપ્સ એન્ડ ઓફિસ કોમ્પલેક્ષ ઓનર્સ એસોસિયેશનનો 50,44,496 રૂપિયા, લો ગાર્ડન શોપ્સ એન્ડ ઓફિસ કોમ્પલેક્ષ ઓનર્સ એસોસિએશન બ્યુટી પાર્લર 10,43,357 રૂપિયા, સેક્રેટરી ધ સ્વસ્તિક કો.ઓ.હા.સો અરવિંદ ફેશન લિમિટેડ 23,32,349 રૂપિયા, સેક્રેટરી ધ સ્વસ્તિક કો.ઓ.હા.સો કનુભાઈ ભાટિયા ઈમેજ 20,14,673 રૂપિયા તેમજ સેક્રેટરી ધ સ્વસ્તિક કો.ઓ.હા.સો કનુભાઈ ભાટિયા ઇમેજ 20,16,099 રૂપિયા ટેકસ બાકી હોવાથી આ પાંચ પ્રોપર્ટીની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- Ahmedabad Crime : વેજલપુરમાંથી MD ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ, સપ્લાયરની તપાસ શરૂ
- Ahmedabad Crime : ખાખીને દાગ લગાડતો કિસ્સો, નિકોલમાં સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીએ મહિલાના ઘરે જઈ કર્યું ન કરવાનું કામ