ગુજરાત

gujarat

ETV Bharat / state

Hatkeshwar Bridge Case : હાટકેશ્વર બ્રિજ કાંડમાં સામેલ AMC ટેક્નીકલ સુપરવાઈઝરની ધરપકડ - SGS ઇન્ડિયા કંપની

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખોખરા પોલીસે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્નીકલ સુપરવાઈઝરની ધરપકડ કરી છે. 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બ્રિજમાં કામગીરી ચાલતી હતી તે સમયે આરોપી સુપરવિઝન કરતો હતો. તેવામાં ખોખરા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

Hatkeshwar Bridge Case
Hatkeshwar Bridge Case

By

Published : Aug 9, 2023, 7:28 PM IST

હાટકેશ્વર બ્રિજ કાંડમાં સામેલ AMC ટેક્નીકલ સુપરવાઈઝરની ધરપકડ

અમદાવાદ :પૂર્વ વિસ્તારના વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલે ખોખરા પોલીસે અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. તેવામાં પોલીસે આ કેસમાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્નીકલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનાર સતીશ પટેલની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી મહાનગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ક્લાસ 3 મા ટેક્નીકલ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે.

આરોપી કોણ ?હાટકેશ્વર બ્રિજની કામગીરીની શરૂઆતથી અંત સુધીમાં તેની ગુણવત્તા લગતી બાબતોનું નિરીક્ષણ કરવાની કામગીરી તેની પાસે હતી. આરોપી સતીષ પટેલ ઈસનપુર બ્રિજના બાંધકામ વખતે પણ ટેકનિકલ સુપરવાઇઝર તરીકે કામ કરી ચૂક્યો છે. જોકે, બ્રિજ હલકી ગુણવત્તાનો હોવાનું સામે આવતા વિવાદ થયો હતો. ત્યારબાદ અમદાવાદ મહાનગર પાલિકાએ બ્રિજ મામલે જવાબદાર કંપની અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં કોર્પોરેશના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓ ઝડપાયા છે. આરોપી બ્રિજના ટેક્નીકલ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. આ બ્રિજની કામગીરી સમયે તેનો પણ મહત્વનો રોલ હતો. જેથી આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સામેલ અન્ય આરોપીઓને પકડવાની કામગીરી પણ ચાલુ છે.-- એ.વાય. પટેલ (PI, ખોખરા પોલીસ સ્ટેશન)

7 આરોપીની ધરપકડ : અત્યાર સુધીમાં પોલીસ SGS ઇન્ડિયા કંપનીના મહિલા મેનેજર નીલમ પટેલની ધરપકડ કરી ચૂકી છે. ટેન્ડર ભરવા અને વર્ક ઓર્ડર સહિત બ્રિજની તમામ જવાબદારી મહિલા મેનેજરની હતી. જેથી આ મહિલા મેનેજરની ધરપકડ કરી બ્રિજ સંદર્ભે લાપરવાહી અને બેદરકારી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ 29 મેના રોજ હાટકેશ્વર બ્રિજ મામલે ફરિયાદના ચાર આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા. ખોખરા બ્રિજની હલકી ગુણવત્તાના બાંધકામનો ઘટસ્ફોટ થયા બાદ કોર્પોરેશને બ્રિજ તૈયાર કરનાર કન્સ્ટ્રક્શન કંપનીના માલિક વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જામીન નામંજૂર : આ મામલે આરોપીઓએ ધરપકડથી બચવા માટે કાયદાકીય વિકલ્પ અજમાવ્યો હતો. પરંતુ અંતે સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમના જામીન નામંજૂર થયા હતા. અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચાર ડાયરેક્ટર પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. અગાઉ આરોપી રસિક અંબાલાલ પટેલ, રમેશ હીરાભાઈ પટેલ, ચિરાગ રમેશભાઈ પટેલ અને કલ્પેશ રમેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

  1. Ahmedabad Hatkeswar Bridge Case : આરોપીની આગોતરા જામીન અરજી પર દલીલો પૂર્ણ, 28 એપ્રિલે ચૂકાદો જાહેર થશે
  2. Ahmedabad News : AMC જનરલ બોર્ડમાં હાટકેશ્વર બ્રિજ મુદ્દો ફરી ઉઠ્યો, શું બધું ટાઢું પડી ગયું?

ABOUT THE AUTHOR

...view details