AMCમાં નાણાંની ઉચાપત કરનાર કર્મચારીઓ સામે થશે ખાતાકીય તપાસ - corrupted employee in amc
અમદાવાદઃ પશ્ચિમ વિસ્તારના કર્મચારીઓ દ્વારા થયેલી લાખો રુપીયાની ઉચાપત મામલે ફોજદારી ગુનો નોંધાયો છે. હવે કોર્પોરેશન દ્વારા પણ કડક પગલાં ભરવામાં આવશે તેમજ આ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યુ હતું.

AMCમાં નાણાંની ઉચાપત કરનાર કર્મચારીઓ સામે થશે ખાતાકીય તપાસ
અમદાવાદ મહાનગરપાલિકાના નવા પશ્ચિમ વિસ્તારમાં બે વર્ષ પહેલા એક કર્મચારીએ મનપાના નાણાંના હિસાબ કિતાબમાં ગેરરીતિ આચરી હતી. આ કૃત્ય આચરનારા કર્મચારીઓએ નવા પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં લોકો દ્વારા જમા કરવામાં આવતા પૈસાના ઓછા બીલો બતાવીને લાખો રુપિયા ગજવે ઘાલ્યા હતાં. પરંતુ ફાઇનાન્સ વિભાગમાં આ ઘટના પકડાઈ જતાં કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
AMCમાં નાણાંની ઉચાપત કરનાર કર્મચારીઓ સામે થશે ખાતાકીય તપાસ