અમદાવાદરસ્તા પર રખડતા ઢોરનો મુદ્દો(Stray cattle ) હજુ પણ યથાવત છે. આજે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ(Ahmedabad Municipal Corporation) જે ટેકન એક્શન પ્લાન અને સોગંદનામુ કોર્ટમાં (High Court the issue of stray cattle )રજૂ કર્યું છે. એમાં AMCએ સ્પષ્ટ કર્યું છે કે, અમદાવાદ શહેરના જે પણ 48 વોર્ડની અંદરરખડતા ઢોરનો ત્રાસ હોય,એવી 380 જેટલી જગ્યાની ઓળખ કરવામાં આવી છે.
રખડતા ઢોરને લઈને એકશન પ્લાન રજૂ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ઘાસ વેચાતું હોય તેવી 369 જગ્યાઓની પણ ઓળખ કરવામાં આવી છે. આ સાથે જ સતત 24 કલાક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે એવો પણ એએમસી દ્વારા (Gujarat High Court)દાવો કરવામાં આવ્યો છે. રખડતા ઢોરને લઈને જે એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. એમાં અમદાવાદમાં બાગ, બગીચા મંદિરો બહાર પણ જે ગેર કાયદેસર રીતે ઘાસ વેચાય છે તે તમામ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.