ગુજરાત

gujarat

ETV Bharat / state

અઘિકારી સમયસર આકારણી કરવામાં નહી આવે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે: AMC - Ahmedabad Municipal Corporation Tax Department

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ટેક્ષ વિભાગ દ્વારા GPMS એક્ટ મુજબ મિલકતની આકારણી BU મળે ત્યારથી કરવામાં આવશે. જેમાં BU આકારણી વિલંબ થવાના કારણે મુશ્કેલી પડતી હોવાના કારણે આવી જો અધિકારી સમસ્યા આકારણી નહી કરે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

અઘિકારી સમયસર આકારણી કરવામાં નહી આવે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે: AMC
અઘિકારી સમયસર આકારણી કરવામાં નહી આવે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે: AMC

By

Published : Aug 1, 2023, 12:19 PM IST

અઘિકારી સમયસર આકારણી કરવામાં નહી આવે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે: AMC

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસીપલ કૉર્પોરેશન ટેક્ષ વિભાગ દ્વારા લોકોને ટેક્ષ ભરતા થાય તે માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ ટેક્ષ વિભાગ દ્વારા ટેકસ વિભાગ દ્વારા QR કોડ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે BU આકારણી વિલંબ થતું હોવાના કારણે હવે 45 દિવસમાં મળેલા BU આકારણી કરવામાં આવશે.

જૈનિક પટેલ આપી માહિતી:રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક પટેલ GPMC એક્ટ મુજબ BU પરમિશન તારીખથી મિલકતની ટેક્ષની આકારણી કરવાની થાય છે. હાલમા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જેતે ઝોનના એસ્ટેટ ખાતાના દ્વારા નવી મિલકતને BU પરમિશન આપવામા આવે છે. તેને આધારે પ્રોપટી ટેક્ષની વોર્ડ ઇન્સ્પેકટર BU પરમિશન મળેલ હોય તેવી મિલકત સ્થળ જઈ માપણી કરે છે. તે માલિકી અંગેના પુરાવા મેળવી તે મિલકતની ટેક્ષની આકારણી કરવામાં આવે છે.

માહિતી મોકલવામાં વિલબ: વધુમાં જણાવ્યું હતું કે કામગીરી એસ્ટેટ દ્વારા માહિતી મોકલવામાં વિલબ થાય તેમજ ટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આકારણી કરવામાં ઘણીવાર વિલંબ થતો હોવાનું ધ્યાને આવેલ છે.હાલ એસ્ટેટ ખાતાને જાણ કરવામાં આવે છે.BU પરમિશન આપવામાં આવે તે તરત જ પ્રોપટી વિભાગને જાણ કરવામાં આવે તેમ થવાની નવી મિલકતની આકારણી ભારે વિલભ થયા છે. તે વિલંબ નિવારણ થાય તે માટે નવું નિર્ણય કરવામાં આવ્યો છે. BU પરમિશન મળ્યાના 45 દિવસમાં નવી મિલકત આકારણી કરવામાં આવશે.

એસ્ટેટ વિભાગને જાણ:એસ્ટેટ ખાતા દ્વારા મોકલો BU પરમિશન આપવામાં આવે તેના 10 દિવસમાં તમામ માહીતી પ્રોપટી ટેક્ષ વિભાગમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવા એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવશે.આ ઉપરાંત BU પરમિશન તારીખની જે તે ઝોનના વોર્ડ ઇન્સ્પેકટર દ્વારા માપણી કરી 45 દિવસ સુધી તેની આકારણી કરી દેવામાં આવશે.જે કામ માટે ઉપરોક્ત કામગીરી જો વિલંબ થશે તો જે તે કર્મચારી જવાબદારી નક્કી કરી તેમની ઉપર શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.

  1. Naranpura Demolition: નારણપુરામાં ડિમોલિશનની કામગીરી પર અલ્પવિરામ, ધારાસભ્યએ કહ્યું - અમે લોકોની સાથે
  2. AMTS Budget 2023: 567 કરોડનું બજેટ, નવી ઈલેક્ટ્રિક બસની સુવિધા મળશે

ABOUT THE AUTHOR

...view details