ગુજરાત

gujarat

ETV Bharat / state

Stray cattle New policy : રખડતા ઢોર મુદ્દે AMCએ આપ્યા હાઇકોર્ટમાં જવાબ - સ્માર્ટ સિટી પ્રોજેક્ટ

ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર અંગે આજે AMC અને સરકાર દ્વારા જે નવી રખડતા ઢોર અંગેની પોલિસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે તે બાબતે હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી.

રખડતા ઢોર મુદ્દે AMCએ આપ્યા હાઇકોર્ટમાં જવાબ
રખડતા ઢોર મુદ્દે AMCએ આપ્યા હાઇકોર્ટમાં જવાબ

By

Published : Jul 19, 2023, 5:00 PM IST

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટમાં આજે રખડતા ઢોર, ખરાબ રોડ-રસ્તા તેમજ ટ્રાફિક મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને એમ.આર. મૅગડેની ખંડપીઠે આ તમામ સમસ્યા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

હાઈકોર્ટે માંગ્યો જવાબ :આજની સુનાવણીની શરૂઆત દરમિયાન હાઇકોર્ટે રખડતા ઢોર અંગે AMC ને આકરા પ્રશ્નો કર્યા હતા. હાઈકોર્ટે રખડતા ઢોર અંગે લેવામાં આવેલા પગલા અંગે જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રખડતા ઢોર અંગેની પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ બાબતે સોગંદનામુ પણ રજૂ કરવામાં આવ્યું હતું.

મનપાની પોલિસી :AMC દ્વારા જે પણ પોલીસી લાગુ કરવામાં આવી છે તેનું સરકાર દ્વારા પરીક્ષણ પણ કરવામાં આવશે. ઉપરાંત આ પોલીસી રાજ્યની અન્ય નગરપાલિકા અને કોર્પોરેશન પર લાગુ કરી શકાય છે કે નહીં તે તમામ બાબતે સરકારની કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ આ પોલિસી અન્ય કોર્પોરેશનમાં લાગુ કરવા માટે સરકાર સમક્ષ મૂકવામાં આવશે. વિવિધ પેરામીટર્સ ચકાસીને પોલીસી યોગ્ય હશે અને લાગુ કરી શકાય તેમ હશે તો સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવશે.

રખડતા ઢોર અંગે કામગીરી : ઉલ્લેખનિય છે કે, રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં 24 ઓગસ્ટ 2022 થી 15 જુલાઈ 2023 સુધીમાં 17,000 થી વધુ રખડતા ઢોર AMC ની ટીમે પકડ્યા છે. જ્યારે 32 હજારથી વધુ પશુઓનું રેડિયો ટેગિંગ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રખડતા ઢોર મુદ્દે 980 અત્યાર સુધીમાં જેટલી FIR નોંધવામાં આવી છે. આ સાથે જ CCTV સર્વેન્સના આધારે ૨૫૦૦ જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. રસ્તા પર ઢોરને રખડતા ન રાખવા માટે પણ 7000 થી વધુ પશુપાલકોને સમજાવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના CCTV થી 40 હજારથી વધુ ફોટા પાડવામાં આવ્યા છે.

આગામી સુનાવણી : જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જરુરી સુચના આપી હતી. તમામ બાકી કામો 15 ઓગસ્ટ સુધીમાં કરી દેવામાં આવશે તેની જાણકારી મનપા દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર મામલે વધુ સુનાવણી 25 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

  1. Ahmedabad News : AMC આરોગ્ય વિભાગે 116 શાળામાં ચેકિંગ કર્યું
  2. Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત

ABOUT THE AUTHOR

...view details