અમદાવાદ: રાજ્યની વિવિધ મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક બજેટનું અંદાજપત્ર મુકવામા આવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા પર મિલકત વેરા,સોલિડ વેસ્ટ મેનેજન્મેન્ટ યુઝરમાં વધારો ઝીકી શહેરની જનતા પર મોંઘવારીનો બોઝ નાખવામાં આવ્યો છે. બીજી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ વધુ ઉપયોગ કરતા થાય તે હેતુથી પ્રથમ વખત એન્વાયમેન્ટ ઈમપ્રુમેન્ટ ચાર્જ વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મિલકત વેરામાં 10 વર્ષ બાદ વધારો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારાસન જણાવ્યું હતું કે અમદાવાદ શહેર દિવસેને દિવસે વધી રહ્યું છે. જ્યારે મિલકતવેરાની વાત કરવામાં આવે તો 2013 પછી એક પણ વખત મિલકત વેરો વધારવામાં આવ્યો નથી. જેના પગલે આ વર્ષે મિલકત વેરાની વાત કરવામાં આવે તો મિલકતમાં સો રૂપિયા પ્રતિ ચોરસ મીટર હતો. તેમાં વધારો કરીને 23 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યો છે. જ્યારે બીન રહેઠાણ મિલકતના દરની વાત કરવામાં આવે તો 28 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના હતો તેમજ વધારીને 37 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યો છે.
એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ વસુલાશે:અમદાવાદમાં પોલ્યુશન ઘટાડવા માટે અર્બન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો ન હોવાથી શહેરીજન પોતાનો વાહનો ઉપયોગ કરે છે. તેનાથી પોલ્યુશનમાં વધારો થતો હોવાથી EIC દાખલ સદાચારથી પોલ્યુશન ઘટાડવાનું આયોજનથી ગાર્ડન બનાવવામાં આવશે. તેમજ અર્બન ટ્રાન્સપોર્ટેશનને વધારવામાં આવશે. રહેઠાણ તથા બીન રહેઠાણ મિલકતોની મિલકતના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને રહેઠાણ મિલકતમાં વાર્ષિક પાંચ રૂપિયાથી ₹3,000 તેમજ બેન રાઠોડ મિલકતમાં વાર્ષિક 150 થી 7000 સુધી એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે.