ગુજરાત

gujarat

ETV Bharat / state

રખડતા ઢોરનો ત્રાસ અટકાવવામાં AMC એ તૈયાર કર્યો મેગા પ્લાન, વાંચો અહેવાલ

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને રાહદારીઓને અડફેટે લેવાના અને મૃત્યુ પામવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે હવે હરકતમાં આવ્યું છે અને રખડતા ઢોરને લીધે થતા અકસ્માતો રોકવા અને શહેરીજનોને આ ત્રાસમાંથી મુક્તિ અપાવવાના હેતુસર કોર્પોરેશન ઠોર પર Injectible RFID (Radio Frequency identification data) ટેગ લગાવશે.

By

Published : May 16, 2019, 5:15 AM IST

ડિઝાઈન ફોટો

પ્રાપ્ત વિગતો મુજબ, આ પ્રોજેક્ટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને અંદાજીત 1.09 કરોડના ખર્ચે સંપુર્ણ પ્રોજેક્ટ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 3 સ્થળો પર રાખેલા 70 ઢોર પર ટેગ લગાવવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત 50 હજારથી વધારે પશુઓ પર ટેગ લગાવાશે અને કોર્પોરેશન દ્વારા ટેગનો જથ્થો મેળવી લેવાયો છે.

જેમાં 7 ઝોન પર 7 ટીમ બનાવી પશુ પર ટેગ લગાવવામાં આવશે અને ટેગનુ મોનિટરીંગ કરી પશુપાલક પર કાર્યવાહી કરશે. શહેરમાં રહેલા 50 હજારમાંથી 23 હજાર પશુઓનુ રજીસ્ટ્રેશન પણ પુર્ણ થઈ ગયું છે અને બાકી રહેલા પશુઓના રજીસ્ટ્રેશન માટે પશુપાલકો સાથે મીટીંગ તેમજ જાહેરાત કરી માહિતી આપવામાં આવશે તેમજ ચાલુ વર્ષમાંજ કામગીરી પુર્ણ કરવા કોર્પોરેશ કામે લાગી ગયું છે.

ABOUT THE AUTHOR

...view details