અમદાવાદ:AMC ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે બ્રિજના કામને લઈને કોન્ટ્રાક્ટર સાથે થતા વાટકી વ્યવહાર અંગે સત્તા પક્ષને સવાલ કર્યા છે. રોડ તેમજ બિલ્ડીંગ શાખાની મિટિંગમાં બ્રિજ ના પ્રોજેક્ટ ની ચર્ચા થતા કોન્ટ્રાક્ટરો સાથે રાખવામાં આવતી વ્હાલા દવલાની નીતિનો વિરોધ કર્યો છે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નાજુક હોવા છતાં ભાવ વધારા સાથે કેમ કામ અપાયું એવા સવાલ સાથે વિરોધ કરાયો છે. આ ઉપરાંત એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા કામ અંગે પણ ચોખવટ કરી છે. બીજા કોન્ટ્રાક્ટર હોવા છતાં એક જ પેઢીને કામ શા માટે એનો જવાબ પણ માગ્યો છે.
AMC: બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરો સાથે એકને ખોળ બીજાને ગોળની નીતિ કેમ? વિપક્ષના સળગતા સવાલ - AMC standing committee
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા વધુ એક સત્તા પક્ષ પ્રહાર કર્યા છે. શહેઝાદ ખાન પઠાણએ કહ્યું કે AMC કેમ શ્રીરામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને જ પ્રોજેક્ટ આપી રહ્યું છે. 20 ટકા ભાવ વધારો કરવામાં આવ્યો તેમ છતા બ્રિજ પ્રોજેક્ટ તેમને જ આપવામાં આવ્યો છે. બીજા ઓછા ભાવે પણ કોન્ટ્રાક્ટર કામ કરી શકે છે આમ છતા શ્રીરામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને જ પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યો છે.
20 ટકાનો વધારો:આવતીકાલે મળનાર રોડ એન બિલ્ડિંગની મિટિંગમાં બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કામની દરખાસ્ત લાવવામાં આવી છે. જેમાં અમદાવાદ બોટાદ રેલવે લાઈન સેક્શનના ગેટ કંઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત ચેનપુર રેલવે ક્રોસિંગ અને મરભા તળાવ એમ બે જગ્યાએ એપ્રોચના સિવિલ કામ માટે ચેતન કન્સ્ટ્રક્શન કંપનીને રૂપિયા આપવામાં આવ્યા છે. રુપિયા 10,141,3247 ના કામમાં 20 ટકા ભાવ વધારે પ્રમાણે રૂપિયા 25,35,3310નો વધારો કરીને રૂપિયા 1,26,76,653માં બેઝિક ભાવ અને બજાર ભાવ નો તફાવત આપવા સાથે આ ટેન્ડર આપવામાં આવ્યું છે. એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેવામાં 20 ટકા ભાવ વધારો કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી તેઓ આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો--શહેઝાદ ખાન પઠાણ
સૌથી મોટો પ્રશ્ન:વધુમાં જણાવ્યું હતું કે કાલુપુર અને સારંગપુર રેલવે બ્રિજના એપ્રોચ પોર્શન ની રીપેરીંગ તેમજ રિસ્ટોરેશનની કામગીરી કરવા ના કામના ટેન્ડરમાં શ્રીરામ ઇન્ફ્રાટ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને અંદાજિત રકમ 2.52 ટકા ઓછા ભાવમાં રૂપિયા 3,14,65,959નું કામ સિંગલ ભીડર તરીકે આપવાની દરખાસ્ત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એવું તો કયું કારણ છે કે ઘણા બધા કોન્ટ્રાક્ટર હોવા છતાં શ્રીરામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સિંગલ બિડર તરીકે કામ આપવામાં આવે છે. આ કામ બીજા કોન્ટ્રાક્ટર બીડને કેમ આપવામાં આવતું નથી. તેજ સૌથી મોટો પ્રશ્ન છે.