અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત VS અને SVP હોસ્પિટલનો વિવાદ વધી રહ્યો છે. ગરીબોના હિતમાં શરુ થયેલી આ હોસ્પિટલોમાં સામાન્ય લોકો પાસે પાંચ હજાર ડિપોઝીટ લેવામાં આવે છે તેમજ ડોક્ટરોની ફેરબદલ કરવાના આક્ષેપ લાગ્યા હતા. વિપક્ષોએ આરોપ મુક્યો હતો કે, AMCનાં અધિકારીઓ અને પદાધિકારીઓ હોસ્પિટલના માધ્યમથી ગરીબોને સેવા આપવાના બદલે તેને કોર્પોરેટ લુક આપી રહ્યા છે.
અમદાવાદની VS અને SVP હોસ્પિટલના વિવાદ અંગે મેયર અને કમિશ્નરની પત્રકાર પરિષદ - AHD
અમદાવાદઃ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના સંચાલન સામે અનેક સવાલો ઉભા થયા છે. જે અંગે આજરોજ મહાનગરપાલિકાના મેયર અને કમિશ્નરે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે આરોપોને ફગાવી હોસ્પિટલની વ્યવસ્થા સામાન્ય માણસોને લક્ષમાં રાખીને જ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.
અમદાવાદની VS અને SVP હોસ્પિટલના વિવાદ અંગે મેયર અને કમિશ્નરની પત્રકાર પરિષદ
આ વચ્ચે મેયર અને કમિશ્નરે આજરોજ પત્રકાર પરિષદ સંબોધી ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, હોસ્પિટલમા કોઈ પણ જાતના વધારાના નાણાં લેવામાં આવતા નથી. ગરીબો માટે ફ્રી સેવા આપવામાં આવશે. દર્દીઓને સરકારની દરેક યોજનાનો લાભ આપવામાં આવે છે.