તહેવારોમાં મ્યુનિસિપલ હોસ્પિટલોમાં તબીબો રહેશે ખડે પગે - latest news ofamc
અમદાવાદઃ દિવાળીના તહેવારો દરમિયાન ખાનગી હોસ્પિટલ અને ડૉકટર્સ રજા પર હોય છે. પરંતુ, અમદાવાદ મ્યુનિસિપલ હોસ્પિટલો અને સીએચસી સેન્ટરોમાં તહેવારોમાં પણ તબીબો હાજર રહેશે.
તહેવારોમાં મ્યુનિસિપલ હોસ્પિટલોમાં તબીબો ખડે પગે રહેશે
દિવાળીના તહેવારો દરમિયાનમાં શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે મ્યુનિસિપલ તંત્રના તમામ વિભાગના વડા અને અધિકારીઓ સાથે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીટીંગ કરી હતી. તહેવાર દરમિયાન પાણી, ડ્રેનેજને કારણે કોઈ તકલીફ ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. શહેરની શારદાબેન હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલ તેમજ 7 સીએચસી સેન્ટરોમાં ત્રણ શિફ્ટમાં ડોક્ટર્સ, RMO-CMO સતત કાર્યરત રહેશે.