ચોમાસાની ઋતુ ધ્યાનમાં લઈ AMCનો મુખ્ય કન્ટ્રોલ રૂમ તૈયાર અમદાવાદ: ચોમાસું શરૂ થવાના આડે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં વરસાદ સમયે અમદાવાદીઓને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ અહીંયા એ કહેવું પણ ખોટું નથી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ચોમાસું મોડલ હંમેશા ફેઈલ થયા છે. આજ દિવસ સુધી અમદાવાદ તંત્રના કોઇ પણ ચોમાસું મોડલ સફળ થયા નથી. હાલ તો તંત્ર તરફથી ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં અલગ અલગ ઝોનમાં કુલ 19 જેટલા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જે શહેરનાં તમામ રસ્તા તેમજ અંડર પાસમાં બાજ નજર રાખશે.જેના માટે અંદાજિત 2559 જેટલા CCTV લગાવવામાં આવ્યા છે.
તાત્કાલિક નિવારણ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદ શહેરમાં પડતા વરસાદ તેમજ પાણીના નિકાલની ફરિયાદ માટે અલગ અલગ ઝોનની અંદર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય કંટ્રોલ રૂમ અમદાવાદ શહેરના પાલડી ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ અંદર કર્મચારીઓ શિફ્ટ મુજબ 24 કલાક હાજર રહેશે. શહેરમાં કયા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તાત્કાલિક નિવારણ કેવી રીતના લાવી શકાય છે. તેનું સમગ્ર સંચાલન કંટ્રોલરૂમથી કરવામાં આવશે.
"અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય કંટ્રોલ અમદાવાદ પાલડી ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા શહેરના તમામ અંડરપાસમાં કેટલું પાણી ભરાયું છે.શહેરના રસ્તા પર કોઈ ઝાડ કે પછી ભુવો પડ્યો છે કે નહીં તેની નજર અહીંયાથી નજર રાખવામાં આવશે. ચોમાસાની સીઝનમાં 24 કલાક આ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે"--વિજય પ્રિયદર્શી (મુખ્ય કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ)
19 જેટલા કંટ્રોલ રૂમ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલુ વરસાદ દરમિયાન સારી રીતે મોનેટરીંગ થઈ શકે તે માટે અલગ અલગ ઝોનમાં કુલ 19 જેટલા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય કંટ્રોલ અમદાવાદ પાલડીના સંસ્કાર કેન્દ્ર ખાતે છે. જેમાં મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ઓટોમેટીક રેઇન ગેજ વિથ સ્ટેશન તૈયાર આવ્યા છે. જે વેધર સ્ટેશનથી પડેલા વરસાદનો જથ્થો માપવા ઉપરાંત રિલેટિવ હુમિડિટી,એર ટેમ્પરેચર, પવનની દિશા તેમજ ગ્લોબલ સોલર રેડીએશન જેવા પેરામીટર્સ માપી શકે છે.
2559 કેમેરાથી બાજ નજર: અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનેટરીગ સીધું મુખ્ય કંટ્રોલ રૂમ પરથી કરવામાં આવી રહ્યું છે. જેમાં જાહેર માર્ગ પર કેમેરા 81 સ્થળ ઉપર લગાવવામાં આવ્યા છે. જેમાં કેમેરાની સંખ્યા 190 છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી કેમેરા 255 સ્થળ ઉપર લગાવવામાં આવ્યા છે. જેમાં કેમેરાની સંખ્યા 2236 છે. શહેરના ચાર રસ્તા જંકશન પર PYZ કેમેરા 130 સ્થળો પર 130 કેમેરા લગાવવામાં આવ્યા છે.જ્યારે શહેરના વિવિધ 9 અન્ડરપાસમાં 14 જેટલા કેમેરા આમ કુલ 473 સ્થળો પર 2559 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે.
26 સ્થળ પર રેઈન ગેજ મશીન:વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો છે તે માટે શહેરના અલગ અલગ ઝોનમાં 26 જેટલા રેઈન ગેજ મશીન મૂકવામાં આવ્યા છે. જેમાં પાલડી મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે એક રેઈન ગેજ મશીન મૂકવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ ઝોનમાં વિરાટનગર, ઓઢવ, કઠવાડા, રામોલ, નિકોલ , ચકુડિયા રોડ સ્ટોર જ્યાં કુલ 6 રેઈન ગેજ મશીન મૂકવામાં આવશે જ્યારે પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ કુલ 3 મશીન મુકવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર ઝોનમાં બોડકદેવ, ગોતા, વસંતનગર અને વંદે માતરમ ખાતે મૂકવામાં આવ્યા છે.
ઝોનલ ઓફીસ પર રેઈન ગેજ મશીન:દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તાજેતરમાં જોધપુર ખાતે બનાવવામાં આવેલ જનરલ ઓફિસમાં પણ રેઈન ગેજ મશીન મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરખેજ,જોધપુર, ઓફિસ, મકતમપુરા અને બોપલ-ઘુમા ખાતે પણ રેઈન ગેજ મશીન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્ય ઝોનમાં દાણાપીઠ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અને દૂધેશ્વર જોનલ ઓફિસ ખાતે પણ રેઈન ગેજ મશીન મૂકવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર ઝોનમાં મેમકો,નરોડા, કોતરપુર ખાતે પણ મુકવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો દક્ષિણ ઝોનમાં મણીનગર અને વટવા ખાતે રેઈન ગેજ મશીન મશીન મૂકવામાં આવ્યા છે.
મુખ્ય કંટ્રોલ રૂમની કામગીરી: મુખ્ય કંટ્રોલ રૂમ પાલડી ખાતે સંસ્કાર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા ઝોનમાં કંટ્રોલ માંથી દર બે કલાકે વરસાદના આંકડા એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત વાસણા મેરેજ તથા ધરોઈ ડેમનું લેવલનું માપ પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ખાતાઓ તથા સરકારી તેમજ પ્રાઇવેટ સંસ્થા સાથે સંકલન પણ કરવામાં આવશે શહેરમાં વરસાદથી ઝાડ પડવા રસ્તાઓ બેસી જવા ભયજનક મકાનો પડી જવા કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવું જેવી ફરિયાદોની રીત જેથી વિભાગને તાત્કાલિક સંપર્ક કરી ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આવેલ તમામ અંડરપાસની વિગતો પણ મેળવવામાં આવશે. શહેરમાં ચાલતા સ્ટ્રોંગ વોટર પમ્પીંગ સ્ટેશનમાં ચાલતા સંપૂર્ણ વિગત પણ મેળવવામાં આવશે.
- Ahmedabad News : અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી નહીં થાય, જો બદલાયું તો થશે નુકસાન
- AMTS Bus Terminal in Heritage Look : હેરિટેજ લૂક સાથે લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનલ તૈયાર, જૂઓ દ્રશ્યો
- Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો