ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ઘટના બાદ અમદાવાદનું તંત્ર સતર્ક, 3000 એકમોને પાઠવી નોટીસ - Municipal Corporation

અમદાવાદઃ સુરત તક્ષશિલા આર્કેડની ઘટના બાદ સમગ્ર રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડવા ઉપરાંત 3000 એકમોને નોટીસ ફટકારવાની કામગીરી કરવામાં આવી છે.

hd

By

Published : May 29, 2019, 3:45 AM IST

સુરતમાં ખાનગી ક્લાસમાં બનેલી આગની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે ત્યારે અમદાવાદ વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયુ છે. શહેરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર સખત વલણ દાખવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત ઘટના બાદ અમદાવાદનું તંત્ર સતર્ક, 3000 એકમોને પાઠવી નોટીસ

જેને લઈને મંગળવારે વાડજ વિસ્તાર અને સીજી રોડ ઉપર કોર્પોરેશનએ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગે સાત ઝોનમાં એસ્ટેટ વિભાગ ફાયર અને હેલ્થ વિભાગે કાર્યવાહી કરી 3 દિવસમાં ફાયર સેફ્ટી મુદ્દે 3000 એકમોને નોટીશ પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details