ગુજરાત

gujarat

ETV Bharat / state

AMCએ શેહરમાં વિવિધ જગ્યાએ ચેકિંગ કર્યું, 6 જગ્યાએ બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિસ સીલ કરી - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મેલેરિયા વિભાગની ટીમે મંગળવારે શહેરના મોલ, મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

amc

By

Published : Sep 25, 2019, 6:01 AM IST

શહેરમાં શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલ, મણિનગર સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, મે ફ્લાવર હોસ્પિટલ, નિકોલની સેલબી હોસ્પિટલ, આલ્ફા વન મોલ, રાયપુર બિગ બજાર, કેમ્બે હોટલ સહિતની જગ્યાએથી મચ્છરો મળી આવતાં તેમને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો હતો. 653 જેટલા મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 6 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિસને સીલ કરી છે. 225 એકમોને નોટિસ આપી કુલ રૂ. 4.67 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

શહેરમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે અને લોકો બિમાર પડી રહ્યા છે. બિમાર પડતા લોકો હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે, પરંતુ હોસ્પિટલમાં જ બિમારીનું કારણ બને છે એટલે કે, મચ્છરો મળી આવ્યા હતા. શહેરની 12 હોસ્પિટલોમાં મચ્છરો મળી આવ્યા હતા. જાણીતા મોલ, હોટલ અને સ્ટોરમાંથી મચ્છરો મળતાં તેમને નોટિસ ફટકારવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details