ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : AMC આરોગ્ય વિભાગે 116 શાળામાં ચેકિંગ કર્યું - Bacteriological examination

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી મિલકતોમાં વરસાદી પાણીનો સંગ્રહ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. જે અંતર્ગત આવા એકમોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં 116 જેટલી શાળામાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત 400 જેટલી કોમર્શિયલ બિલ્ડીંગનું ચેકિંગ કર્યું હતું.

Ahmedabad News
Ahmedabad News

By

Published : Jul 18, 2023, 6:27 PM IST

AMC આરોગ્ય વિભાગે 116 શાળામાં ચેકીંગ કર્યું

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની ઋતુ શરુ થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા એક સપ્તાહમાં વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ શહેરમાં પાણી ભરવાના કારણે મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે છે. ખાનગી તેમજ સરકારી એકમોમાં પાણીમાં ભરાવો ન થાય તેનું ધ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે કોર્પોરેશનના વિવિધ એકમો તેમજ પ્રાઇવેટ એકમોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સપ્તાહમાં 116 જેટલી શાળામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાના રૂરલ અધિકારીને પણ સમયાંતરે ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જો મચ્છરજન્ય કેસ જોવા મળે તો AMC ને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.-- ડૉ. ભાવિન સોલંકી (આરોગ્ય અધિકારી, AMC)

પાણીજન્ય રોગ : અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. જુલાઈ માસમાં પાણીજન્ય રોગના કેસની સંખ્યા 800 પાર પહોચી છે. જેમાં ઝાડા ઉલટીના 508, કમળાના 93, ટાઇફોઇડના 219 અને કોલેરાનો 1 કેસ સામે આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8342 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 251 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયા લોજિકલ તપાસ માટે 2141 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 52 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.

મચ્છરજન્ય રોગ :અમદાવાદ શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મચ્છરજન્ય રોગના કેસ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગત વર્ષે જુલાઈ માસમાં મચ્છરજન્ય કેસ 229 નોંધાયા હતા. જ્યારે આ માસમાં માત્ર 54 કેસ જ નોંધાયા છે. જેમાં સાદા મેલેરિયાના 14 કેસ, ડેન્ગ્યુના 29 અને ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 34,288 નમૂના લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના સીરમના 1128 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.

  1. Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત
  2. Amdavad Municipal Corporation: મચ્છરના ઉપદ્રવ સામે આવતા AMCએ 4 હોસ્પિટલને ફટકાર્યો દંડ

ABOUT THE AUTHOR

...view details