ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં AMC દ્વારા અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ - કોર્પોરેશનના પશ્ચિમ ઝોન

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં બિન પરવાનગી બાંધકામો દૂર કરવાની કાર્યવાહીના પગલે ચાંદખેડા વર્ડના સ્નેહ પ્લાઝા, આઈ ઓ સી રોડ, ચાંદખેડા માર્ગીની બિન પરવાનગીથી કરવામાં આવેલ 6 દુકાનો આશરે 1200 ચોરસ ફૂટનું બાંધકામ તોડી પડાવામાં આવ્યું હતું. જ્યારે ઉત્તર ઝોના વિસ્તારોમાં બિન પરવાનગીએ ટેરેસ ઉપર શેડ બનાવેલ બાંધકામોને પણ તોડી પાડવામાં એવ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Jul 30, 2019, 3:28 AM IST

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરવાનગી વીનાના બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અવી હતી. કોર્પોરેશનના પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં આવેલા ચાંદખેડા વર્ડના સ્નેહ પ્લાઝા, આઈ ઓ સી રોડ, ચાંદખેડા માર્ગીની બિનપરવાનગીથી કરવામાં આવેલ 6 દુકાનો તોડી પાડવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ઉત્તર ઝોન દ્વારા જુદા-જુદા વિસ્તારમાં ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં બિનપરવાનગીએ ટેરેસ ઉપર શેડ બનાવેલ બાંધકામોને ઉત્તર ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે સરસપુરમાં 840,000 ચોરસ ફૂટના બાંધકામ, અંબાર સિનેમા રોડ, ઈ.કોલોની સામે ખાલસા સ્કૂલનું ટેરેસ 940,000 ચોરસ ફૂટ શેડના બાંધકામને તોડી પડાવામાં આવ્યા હતા.

AMC દ્વારા અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ

ABOUT THE AUTHOR

...view details