અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ બહાર આવતા જ ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકામાં આવેલ બીજો નિરીક્ષણ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ 82 જેટલા બ્રિજોનું નિરીક્ષણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જે અલગ અલગ તબક્કામાં તેની નિરીક્ષણ કરવામાં આવશે. જોકે, આ કેસમાં બિલાડીને દૂધની ધ્યાન રાખવાનું કહ્યું હોય એવો ઘાટ સામે આવ્યો છે. હાટકેશ્વર બ્રિજને લઈને સામસામે આક્ષેપબાજીનું આલખાયુદ્ધ થયા બાદ યુદ્ધના ધોરણે આ મામલો સામે આવ્યો હતો.
કામગીરી કરનાર કંપની:ત્રણ તબક્કામાં નિરિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રિજમાં ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીઆઈએલના અનુસંધાને સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં તૈયાર કરવામાં આવેલ છે. રેલવે ઓવરબ્રિજ નદી પરના બ્રિજ અન્ડર બ્રિજ તથા ફ્લાય ઓવર બ્રિજ નિરીક્ષણ અને તેની જાળવણી માટે હાલમાં ઉપલબ્ધ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા બ્રિજના મેઇન્ટન્સ કન્સલન્ટ મુદત પૂર્ણ થયેલ હતી.ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ પ્રથમ કક્ષાનું નિરીક્ષણ ચોમાસા પહેલા જ્યારે બીજા કક્ષાનું નિરિક્ષણ ઓક્ટોબર માસમાં પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેના અંતર્ગત ગુજરાત સરકારમાંથી મંજુર થયેલ પ્રતિ ચોરસ મીટર પર 22.10 રૂપિયા તેમજ બીજા તબક્કાના નિરીક્ષણ માટે 81 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને ત્રીજા તબક્કામાં 302 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કામગીરી કરનાર કંપનીને આપવામાં આવશે.