અમદાવાદ:રાજ્યમા ચોમાસાની ઋતુ જોવા મળી રહી છે. વરસાદના કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. તો બીજી બાજુ જ્યાં મચ્છર ઉપદ્રવ જોવા મળ્યો તેવી 4 હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પાણી ભરવાની સમસ્યાને કારણે મચ્છરનું ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા શહેરની મોટી હોસ્પિટલમાં ચેકિંગ હાથ કર્યું હતું. જેમાં મચ્છરનું પ્રમાણ જોવા મળી આવ્યું હતું. જેને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી સમયમાં અન્ય સંસ્થાઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
"અમદાવાદ શહેરમાં ઉપદ્રવ ના વધે તેના ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ સહેલી અલગ અલગ હોસ્પિટલમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ચેકિંગ દરમિયાન અંદાજિત 4 જેટલી હોસ્પિટલોમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળી આવ્યો હતો. જે હોસ્પિટલને કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સાયન્સસીટી ખાતે આવેલી શાલીન હોસ્પિટલને 5 દંડ, લોટસ હોસ્પિટલ 5 હજારનો દંડ, ડો.વૈદેહી નર્સિંગ હોસ્પિટલને 3 હજારનો દંડ અને શ્લોક હોસ્પિટલ 2500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો"-- ડો.ભાવિન સોલંકી (AMC આરોગ્ય અધિકારી)