ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC કમિશ્નર વિજય નહેરા થયા હોમ ક્વૉરેનટાઇન, GMBના CEOને સોંપાયો ચાર્જ - ahmedabad news

અમદાવાદના AMC કમિશ્નર વિજય નહેરા કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા તેઓ હોમ ક્વૉરેનટાઇન થયા છે. હવે અમદાવાદના તંત્રને મુકેશ કુમાર, રાજીવ ગુપ્તા અને જયંતિ રવિ સંભાળશે.

vijay
vijay

By

Published : May 5, 2020, 7:47 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસનો હાહાકાર મચી ગયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પણ બાકાત રહ્યા નથી. તેઓને કોરોના વાઇરસના અમુક લક્ષણો જણાતા તેઓ પોતે જ 14 દિવસ માટે હોમ ક્વૉરેનટાઇન થયા છે. જેથી હવે અમદાવાદના તંત્રને મુકેશ કુમાર, રાજીવ ગુપ્તા અને જયંતિ રવિ સંભાળશે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા તેમણે પોતેજ સરકારમાં જાણ કરીને બે અઠવાડિયા માટે હોમ ક્વૉરેનટાઇન થવાનો નિર્ણય કર્યો છે. આમ, વિજય નહેરાની મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે.

ABOUT THE AUTHOR

...view details