વિવિધ કાર્યક્રમોનું આયોજન અમદાવાદ : વડાપ્રધાન નરેદ્ર મોદીની 73માં જન્મ દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અઠવાડિયા સુધી અલગ અલગ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા પણ 15 સપ્ટેમ્બરથી એક અઠવાડિયા સુધી અમદાવાદ શહેરમાં AMC દ્વારા અલગ અલગ કાર્યક્રમો તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં મેડિકલ કેમ્પ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે. અમદાવાદ શહેરના સાથે ઝોનમાં 20 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવનાર 15 દિવસ સુધી હેલ્થ વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડનું એનરોલમેન્ટ તેમજ વિતરણ તમામ હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવશે...પ્રતિભાબેન જૈન (અમદાવાદ શહેરના મેયર)
20 જેટલા મેડિકલ કેમ્પ યોજાશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાં કુલ 20 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ઝોનમાં 3, પૂર્વ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 3, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2, દક્ષિણ ઝોનમાં 1 એમ કુલ મળીને 20 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ મેડિકલ કેમ ખાતે પ્રાથમિક આરોગ્ય સારવાર તેમજ પ્રાથમિક લેબોરેટરી તપાસ પણ જુદા જુદા વિભાગના સ્પેશલિસ્ટ ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે આ તમામ મેડિકલ સમય સવારના 9 થી બપોરના 2:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
સીએમ કરશે 73 વૃક્ષોનું વૃક્ષારોપણ : મેયરે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પશ્ચિમ ઝોનમાં ખાતે સોલા ગામમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 73 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે આ ઉપરાંત શહેરના જુદા જુદા 13 જેટલા સ્થળોએ કુલ 1 લાખ 1 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ સાથે જ આગામી 15 દિવસ સુધીમાં અંદાજિત 5 લાખ જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ગ્રીન અમદાવાદ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 15 લાખથી પણ વધારે વૃક્ષારોપણ કરવામાં છે.
- PM Modi Birthday : પાટણથી 150 ટન માટી મંગાવી ગાંધીનગરમાં પીએમ મોદીનું રેત શિલ્પ બનાવડાવ્યું, કોણે કર્યો આ ઉદ્યમ જાણો
- PM Modi Most Popular Leader : PM મોદીએ દુનિયામાં વગાડ્યો ડંકો, બન્યા સૌથી લોકપ્રિય નેતા