ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC Budget 2023 : એએમસી બજેટ 2023માં શહેરની સમસ્યાઓના ઉકેલ માટે કેટલી નાણાંની થઇ ફાળવણી? - Drainage System New Super Sucker Machine

અમદાવાદ કોર્પોરેશનનું 2023 24નું બજેટ રજૂ થઇ ગયું છે. એકતરફ એએમસી બજેટ 2023માં જંત્રીની રાહત સિવાય પણ કેટલીક મહત્ત્વની બાબતોમાં નાણાં ફાળવણી કરવામાં આવી છે. શહેરના વોર્ડ દીઠ વ્હાઇટ ટોપીંગ રોડ, આરોગ્ય, શિક્ષણ અને ડ્રેનેજ લાઇનો, ખેલસંકુલ વિકાસ સહિતની ફાળવણીઓ સહિત કુલ 9482 કરોડનું બજેટ રજૂ થયું હતું.

AMC Budget 2023 : એએમસી બજેટ 2023માં શહેરની સમસ્યાઓના ઉકેલ માટે કેટલી નાણાં ફાળવણી થઇ?
AMC Budget 2023 : એએમસી બજેટ 2023માં શહેરની સમસ્યાઓના ઉકેલ માટે કેટલી નાણાં ફાળવણી થઇ?

By

Published : Feb 10, 2023, 6:42 PM IST

શહેરની સમસ્યાઓના ઉકેલ પર શું ધ્યાન અપાયું તે સાંભળો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023 24 નું સુધારા વધારા સાથેનું 9482 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અમદાવાદ શહેરમાં આરોગ્ય, શિક્ષણ, ડ્રેનેજ અને તાજેતરમાં નવા ભળેલા વિસ્તારો માટે પણ અલગ અલગ રકમની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વિકાસ માટે દરેક નાગરિકને ધ્યાનમાં રાખીને વિકાસના કામો માટે રકમ ફાળવાઇ હોવાનું જણાવવામાં આવ્યું છે.

વ્હાઇટ ટોપીંગ રોડ બનશે : ગત ચોમાસા દરમિયાનના વરસાદમાં મોટાભાગના અમદાવાદના રસ્તાઓ તૂટવાની વ્યાપક સમસ્યા ઊભી થયેલી છે. ચૂંટણીના ટાણામાં ઉપરઉપરથી થાગડથીગડ કરી દેવાયેલા રોડનું વ્યવસ્થિત સમારકામ જરુરી છે. ત્યારે એએમસી બજેટમાં શહેરના માર્ગોને લઇને મહત્વની બાબત છે કે ચોમાસા દરમિયાન શહેરમાં ઋણ રસ્તા હાલત ખૂબ જ દયનીય બની છે ત્યારે એએમસી તંત્ર દ્વારા અદ્યતન ટેકનોલોજીથી નવા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવા માટે જંગી રકમની ફાળવણી કરવામાં આવી છે.

સુધારા વધારા સાથેનું 9482 કરોડનું બજેટ રજૂ :અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા 2023-24ના અંદાજપત્રમાં 1082 કરોડનાં વધારા સાથે 9482 કરોડ રજૂ કરવામા આવ્યું છે.આ બજેટમાં અમદાવાદ શહેરના વિકાસ માટે દરેક જણને ધ્યાનમાં રાખીને વિકાસના કામો માટે રકમ ફાળવવામાં આવી છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ચોમાસા દરમિયાન શહેરમાં રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળતી હોય છે. પ્રસન દ્વારા નવા અધ્યતન ટેકનોલોજીવાળા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવા માટે જંગી રકમ ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સને લઈ ગુડ ન્યૂઝ

વોર્ડ દીઠ 2 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા માટે 250 કરોડ :અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ સમસ્યા રોડ તૂટવાની બનતી હોય છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ વખતે અમદાવાદ શહેરમાં અધ્યયન આધુનિક ટેકનોલોજીવાળા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાનો નક્કી કરવામાં આવ્યું છે. જે આવનાર વર્ષમાં દરેક વોર્ડ દીઠ 2 વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવામાં આવશે. જેના માટે 250 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પર્યાવરણની યોગ્ય જાળવણી થાય તે માટે 15 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં આવેલ જુદી જુદી રહેણાક સોસાયટીઓ, ચાલી, એપારમેન્ટ સહિતમાં કચરાનો નિકલ થાય તે માટે 80 લીટર ક્ષમતાવાળા ડસ્ટબીન આપવામાં આવશે. ઉત્તર ઝોનના તપોવન સર્કલથી સમજુબા હોસ્પિટલથી વર્ષા સોસાયટી સુધીના રોડને મિલિંગ પદ્ધતિથી રોડ બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મહાનગરની મહાસમસ્યાઓના ઉકેલની મથામણ

AMC હોસ્પિટલમાં ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ કાર્યરત થશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી. હોસ્પીટલ અને શારદાબેન હોસ્પિટલમાં ન્યુરોલોજીની સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવા માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરિયાપુર વોર્ડમાં આવેલ પાર્વતીભાઈ હોસ્પિટલ જે હાલમાં ખૂબ જ જર્જરિત હોવાને કારણે રિનોવેશન માટે 1 કરોડ ફાળવણી કરવામાં આવી છે.

ડાયાલિસિસ સેન્ટર માટે 5 કરોડ : શહેરની સામાન્ય નાગરિકને રાહત મળી રહે તે માટે અમદાવાદ શહેરમાં હયાત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ડાયાલિસિસ સેન્ટર બનાવવા માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરના વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ અંતર્ગત કરવામાં આવતી કામગીરીનું ઓનલાઈન એન્ટ્રી અને રિપોર્ટિંગ કરવા માટે 700 મોબાઈલ ફોન તથા હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા વાહકને અટકાયતી કરવામાં આવતી કામગરીઓની વિગતો સોફ્ટવેરથી ઓનલાઇન કરવા માટે 300 ટેબલેટ મેલેરિયા વિભાગના સ્ટાફને આપવા માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો AMC Budget: AMC નું વર્ષ 2023-24નું બજેટ રજૂ, પ્રોપટી ટેક્સમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો

પ્રાથમિક શાળાના રીનોવેશન માટે 4 કરોડ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠક્કરનગર વોર્ડમાં પાર્શ્વનાથ ટાઉનશીપ નવા નરોડા ખાતે પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી તે સ્કૂલ તોડીને નવી અધ્યતન બિલ્ડીંગ બનાવવા માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવા વાડજમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાનું પણ બિલ્ડીંગ તોડીને નવું અધ્યતન મ્યુનિસિપલ શાળા બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાંદખેડા વડમાં નવી પ્રાથમિક શાળા બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પાણીની સમસ્યા દૂર કરવા 3 કરોડની ફાળવણી :અમદાવાદની જનતાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પશ્ચિમ ઝોનમાં આવેલ રાણીપના બલોલ નગર પાસે અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણી ટાંકી બનાવ માટે 2 કરોડ તેમજ ચાંદખેડા વોર્ડના ડી કેબીન વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેશર સમસ્યાઓથી કાયમી છુટકારો મેળવવા માટે અધિકાર સોસાયટી પાસે પાણીની ઓવેર હેડ ટાંકી બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ડ્રેનેજ સિસ્ટમ માટે નવા સુપર સકર મશીન :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ પહેલા શહેરની ડ્રેનેજ લઈને સાફ કરવામાં આવતી હોય છે. સફાઈ ની કામગીરી ઝડપથી થાય તે માટે ઝોન લેવલે 5 નવા સુપર સકર મશીન ખરીદ કરવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ ઊંચાઈવાળા બિલ્ડીંગોમાં આ બુજાવવા માટે 2 સ્નોરકેલ થતા ડ્રોન ઓપરેટિંગ વિહિકલ માઉન્ટેડ ફાયર ફાયટીગ સિસ્ટમ 3 નંગ ખરીદવા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવા ભળેલા વિસ્તારનો વિકાસ કરવામાં આવશે :વિકાસ અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ હેબતપુર, ભાડજ, ઓગણજ, છારોડી, ગોતા, ત્રાગડ, સોલા, બોપલ, ઘુમા જેવા વિસ્તાર માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવા સમાવિષ્ટ થયેલ વિસ્તારોના નાગરિકોને પાયાની સુવિધા પ્રાપ્ત થાય તેમ જ ગ્રામ પંચાયત સમયના આયોજનો નવું સ્વરૂપ આપી ગામડાઓને સહેલી વિસ્તારની જેમ જ સુવિધાઓ આપવા માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની હદમાં પડેલા બોપલ વિસ્તારમાં નવું જિમનેશિયમ બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવરંગપુરા સ્ટેડિયમ નવીનીકરણ માટે 25 કરોડની ફાળવણી : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે 2036માં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ સ્ટેડિયમ જે હાલમાં ઉપલબ્ધ છે. પરંતુ વર્ષો જૂનો હોવાથી હાલતમાં છે.જેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા 25 કરોડના ખર્ચે સરદાર પટેલ નવીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક મહિલાઓ માટે એક યુગકમ મેડીટેશન સેન્ટર બનાવવાનું આયોજન માટે 7 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ માં નવ સ્પર્શ કોમ્પ્લેક્સ બનાવવા માટે પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

શહેરની જનતાને નવા પાર્ટી પ્લોટ અને હોલ મળશે : અમદાવાદ કોર્પોરેશનની જનતાને નવા પાર્ટી પ્લોટ તેમજ સુવિધા વાળા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં દરીયાપુર કોમ્યુનિટી હોલના રિનોવેશન માટે 1 કરોડ,ચાંદખેડા વોર્ડમાં નવીનીકરણ માટે 1 કરોડ, નારણપુરા વોર્ડમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે 2 કરોડ, ચાંદખેડા બોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ માટે 50 લાખ અને ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ રોડમાં સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટે 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો AMC Budget 2023: વી.એસ હોસ્પિટલનું 189.06 કરોડનું બજેટ મંજુર, તબીબી અભ્યાસ માટે ખાસ વ્યવસ્થા

લાઇબ્રેરી બનાવવા માટે 7 કરોડની ફાળવણી : અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિદ્યાર્થીઓને સારી રીતે વાંચી શકે તે માટે નવી લાઇબ્રેરી તેમજ જૂની જર્જરીત હાલતમાં જે લાઇબ્રેરીઓ છે. તેને રીનોવેશન માટે કુલ 7 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પૂર્વમાં આવેલ ઓફિસમાં વિમલભાઈ શાહ વાંચનાલયને રીનોવેશન માટે 2 કરોડ સરસપુર રખિયાલ ખાતે નવી લાઇબ્રેરી બનાવવા માટે 2 કરોડ સાબરમતી વોર્ડમાં આવેલ લાઈબ્રેરીને રીનોવેટેશન કરવા માટે 1 કરોડ તેમજ દાણીલીમડા વોર્ડમાં નવી લાઇબ્રેરી બનાવવા માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

બજેટને 10માંથી 1 માર્ક આપતો વિપક્ષ : AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મૂકવામાં આવેલું બજેટ એ માત્ર કાગળ પર જ છે જો કોંગ્રેસ પાર્ટી આ બજેટનું 10 માંથી રેટિંગ આપવામાં આવે તો માત્ર એક જ રેટિંગ આપી શકે છે. એ પણ તેમની હિંમતના લીધે. આજે અમદાવાદ શહેરની જનતા ઉપર કરોડો રૂપિયાનું ટેક્સ નાખવામાં આવ્યો છે. એક બાજુ 156 બેઠક પર વિજય મેળવ્યો છે અને ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર હોવા છતાં પણ જનતાને ટેક્સમાં રાહત આપવામાં આવતી નથી. ગુજરાત સરકાર પાસે પણ હજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયા લેવાના બાકી હોવા છતાં તે લેવામાં આવતા નથી.જનતા ઉપર વધારાનો ટેક્સ નાખવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરની જનતાને 24 કલાક પાણી આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ એક કલાક પણ પાણી આપવામાં આવતું નથી. ગત વર્ષના બજેટમાં પણ 100 ટકા ડ્રેનેજ લાઈન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ તે પણ કામગીરી પૂર્ણ કરી શક્યા નથી.

ABOUT THE AUTHOR

...view details