ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC Budget 2022: AMCનું સુધારા સાથેનું બજેટ રજૂ, વિપક્ષના નેતાનો આક્ષેપ જનતાને કોઈ લાભ થશે નહિ - Ahmedabad city bridge

AMC ડ્રાફ્ટ બજેટ (AMC Budget 2022) 696ના સુધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રજુ કર્યું. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા સુધારા બજેટમાં કૉર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ પઠાણે આક્ષેપ કર્યા કે કુલ 696 કરોડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં જનતાને કોઈ જ લાભ થશે નહિ.

AMC Budget 2022: AMCનું સુધારા સાથેનું 8,807 કરોડનું બજેટ રજૂ, વિપક્ષના નેતાનો આક્ષેપ જનતાને કોઈ લાભ થશે નહિ
AMC Budget 2022: AMCનું સુધારા સાથેનું 8,807 કરોડનું બજેટ રજૂ, વિપક્ષના નેતાનો આક્ષેપ જનતાને કોઈ લાભ થશે નહિ

By

Published : Feb 8, 2022, 7:36 PM IST

અમદાવાદઃAMCના મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા રૂપિયા 8,111 કરોડનુંડ્રાફ્ટ બજેટ 696ના સુધારા સાથે(Ahmedabad Municipal Corporation Budget 2022 ) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ 8,807 કરોડનું બજેટ રજુ કર્યું. જેમાં ખાસ કરીને અમદાવાદ 70 ચોરસમીટર સુધીના ક્ષેત્રફળ ધરાવતા રહેણાંકને પ્રોપટી ટેક્સ 25 ટકા માફી(Ahmedabad Municipal Corporation ) આપવામાં આવી. નવી પાણીની ટાંકીઓ, ડ્રેનેજ લાઈન, નવા રોડ, અને ટકાઉ રહે તેવા પ્લાસ્ટિક મટીરીયલ રોડ બનાવવાની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે.

AMCનું સુધારા સાથે બજેટ રજૂ

મ્યુનિસિપલ પ્રોપટી ટેક્સ તથા વોટર ટેક્સ,વાહનવેરામાં કોઈ વધારો નહીં

AMC દ્વારા સ્ટેન્ડીગ( AMC Budget 2022) કમિટી સુધારા બજેટમાં પ્રોપટી ટેક્સમાં કે વોટર ટેક્સમાં કોઈ પણ પ્રકારનો જનતા પર બોજ નાખવામાં આવ્યો નથી. વાહનવેરામાં બેઝિક પ્રાઇસ આધારિત દારો યથાવત રાખવામાં આવ્યો છે જેમાં ઇલેક્ટ્રીક વાહનોના વેરામાં 100 ટકા રાહત આપવામાં આવી છે. ચેરીબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા ફિઝિયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં 70 ટકા રાહત આપવામાં આવી છે.

શહેરના વિવિધ બ્રિજના 35 કરોડના સુધારા સાથેનું બજેટ

અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ (Ahmedabad city bridge)જેવા કે મકરબાથી કૉપોરેટ રોડ, એસ.જી હાઇવેને જોડતો ચાર લેન રેલવે ઓવર બ્રિજ બનાવવા માટે 30 કરોડ,રામદેવનગર થી ઇસ્કોન ક્રોસ રોડ સુધી અન્ડરબ્રિજ માટે 2 કરોડ,હથીજણ ગામ થી વિવેકાનંદ નગરને જોડતો વે લેનનો માઇનર બ્રિજ બનવવામાં માટે 3 કરોડની જોડવાઈ કરવામાં આવી છે.

નવી પાણીની ટાંકી, ડ્રેનેજ લાઈન અને નવા રોડ બનાવવા માટે નાણાંકીય જોગવાઈ

શહેરમાં વસતા લોકોને પૂરતા પ્રેશરથી પાણી માડી રહે તે માટે ઓઢવ, સરખેજ અને અન્ય જગ્યા સર્વે કરીને નવી ઓવર હેડ ટાંકી બનવવા માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના જુદા જુદા ઝોન વિસ્તારમાં શહેરીજનોને પાણીની સમસ્યાના નિરાકરણ માટે અન્ડર ગ્રાઉન્ડ ટાંકી માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ડ્રેનેજ લાઈન ડિશીલટિંગ મશીન ખરીદવા જેમાં 4 નવા સુપર સાકર મશીન તેમજ 4 નવા કમબાઈન્ડ મશીન ખરીદવા 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં જ્યાં પાણીની ભરવાની સમસ્યા હોય તેવા વિસ્તારમાં અદ્યતનથઈ નવા પ્લાસ્ટિક રોડ બનાવવા માટે રૂ.10 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગ્યાસપુર ખાતે મૃત પશુઓ માટે CNG ભઠ્ઠી માટે 3 કરોડની જોગવાઈ. જુના એલિસબ્રિજ ના સમારકામ માટે 0.50 કરોડની જોગવાઈ.

આ પણ વાંચોઃJunagadh Corporation Budget 2022:કરવેરા વધાર્યા વગર સતત બીજા વર્ષે જૂનાગઢ કોર્પોરેશનનું બજેટ થયું રજુ

ભોજનનો સદુપયોગ અને રાત્રી સફાઈ માટે 3.50 કરોડ સુધી

ભોજન સમારંભના અંતે વધુલું ભોજન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે NGOને આ કામગીરી માટે ઇલેક્ટ્રિક વાહનો સુવિધા માટે 0.50 કરોડની જોગવાઈ અને સ્વચ્છ ભારત અભિયાન ના નેજા હેઠળ શહેરમાં તમામ ઝોનમાં રાત્રી સફાઈ માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ અમદાવાદ મહાનગરપાલિકાનું સ્ટેડિગ કમિટીએ(Ahmedabad Municipal Corporation Standing Committee) રાજુ કરેલ 2022-23 વર્ષનું રૂપિયા 8807 કરોડનું અંદાજપત્ર જેમાં AMC કમિશનર રાજુ કરેલા 8111 કરોડના અંદાજપત્રના સ્ટેન્ડીગ કમિટી સુધારા સાથે 8807 કરોડનું અંદાજપત્ર રજુ કર્યું.

વિરોધ પક્ષના નેતાના આક્ષેપ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા સુધારા બજેટમાં કૉર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ પઠાણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 8,111 કરોડના બજેટમાંથી વધારો કરીને 8,807 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં કુલ 696 કરોડનો વધારો કરવામાં આવ્યો છે જે વધારામાં જનતાને કોઈ જ લાભ થશે નહિ. ગયા વર્ષના બજેટમાં પણ અનેક જોગવાઈ કરવામાં આવી હતી. મોટાભાગનું કામ આ વર્ષે કરવામાં આવ્યું નથી અને આ વર્ષે ગયા વર્ષ કરતા પણ વધારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃBudget of Ahmedabad Corporation : અમદાવાદ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો ક્યાં ક્ષેત્રમાં કેટલું બજેટ...

ABOUT THE AUTHOR

...view details