રખડતા ઠોરને પકડવા AMCએ કાર્યવાહી હાથ ધરી - તંત્ર
અમદાવાદ: શહેરમાં આવેલા ઓઢવ વિસ્તારમાં બનેલી એક ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરના શાહિબાગ વિસ્તારમાંથી પોલીસ વિભાગ દ્વારા 5 રસ્તે રખડતા પશુઓના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થયું સજ્જ
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોડ પર રખડતા પશુઓને પકડીને તેના મલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં રસ્તે રખડતા ઢોરોથી શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ક્યારેક અમુક કિસ્સાઓમાં રસ્તે રખડતા પશુઓ દ્વારા લોકોને ઇજાઓ પહોંચે છે. તો કોઇએ પણ ગુમાવવો પડ્યો છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઇને કોર્પોરેશન દ્વારા પશુઓના માલિક સામે લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી છે.