ગુજરાત

gujarat

ETV Bharat / state

આંદોલનકારી અલ્પેશ ક્યારેય મરશે નહીંઃ અલ્પેશ ઠાકોર - હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર આક્ષેપો

અમદાવાદઃ હાલમાં જ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું અને રાધનપુરથી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની કારમી હાર થઇ હતી. કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ ભાજપમાં જોડાઇને હાર મેળવેલા અલ્પેશ હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ પરિણામ બાદ ઠાકોર સેનાના કાર્યકરો અને ઠાકોર સમાજના અગ્રણીઓ અલ્પેશનો જુસ્સો વધારવા માટે તેમના નિવાસ સ્થાન અમદાવાદ પહોંચ્યા હતા અને અલ્પેશે લોકોને આવકાર્યા હતા. આ સાથે જ સમાજ માટે અને આંદોલનના મુદ્દા સાથે ચાલતો રહીશ તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.

અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજનું કર્યું સ્વાગત

By

Published : Nov 5, 2019, 3:37 PM IST

પાટીદાર આંદોલનના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર આક્ષેપો લગાવ્યા હતા, તેના પ્રત્યુતરમાં અલ્પેશે જણાવ્યું હતું કે, લોકો પોતે જ પોતાના પક્ષના હાર માટે જવાબદાર હોય છે. તેઓ તેમની નિષ્ફળતા છુપાવવા માટે આ પ્રમાણે આક્ષેપો કરે છે. આવા આક્ષેપ કરનારને પ્રજાએ આવકાર્યા નથી. આ ઉપરાંત તેમની હાર અંગે જણાવ્યું હતું કે, હાર તો પ્રજા નક્કી કરે છે.હાર્દિક જ્યાં નેતૃત્વ કરતા હતા ત્યાં આગળ તો ખાતું પણ ખુલ્યું નથી.

અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજનું કર્યું સ્વાગત

ઉત્તર ગુજરાતમાં પણ ભાજપને જીત મળી છે અને 2022ની વિધાનસભામાં હાર-જીત નકી થઈ જશે. 2017ની વિધાનસભાની ચૂંટણીના 2 વર્ષ બાદ હાર્દિક પટેલે આક્ષેપ કર્યા તે નવાઈની વાત છે તેવું અલ્પેશે જણાવ્યું હતું અને હાર પરથી ઘણું બધું શીખવા મળ્યું છે તો પરિણામ તો 2022માં દેખાશે તેવો કટાક્ષ પણ અલ્પેશે કર્યો હતો. આ ઉપરાંત અલ્પેશે ઠાકોર સમાજ વિશે જણાવતાં કહ્યું હતું કે, તે પહેલાથી જ ગરીબ અને વિકાસથી વંચિત રહેનારા લોકો માટે જ કામ કરે છે અને આગળ પણ તેમના માટે કામ કરતો રહેશે. વ્યસન મુક્તિ શિક્ષણના લક્ષને તે પાર પાડશે. અલ્પેશ ઠાકોર ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીનો સૈનિક તો રહેશે જ પરંતુ સાથે-સાથે આંદોલનકારી ઓણ રહેશે.આંદોલનકારીની પ્રકૃતિ અને સ્વાભાવ ક્યારેય ના બદલાય તેવું અલ્પેશે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details