કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય રદ કરવા વિધાનસભાના સ્પીકરે પગલા લીધા નહોતા. જેથી આ અંગે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુદેે જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટમાં આજે અલ્પેશે સોંગદનામું રજુ કરતા પોતે પાર્ટીમાંથી પ્રાથમિક સભ્યપદથી નહિ પરતું સાત અલગ-અલગ હોદ્દા પદથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોર અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વતી સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર વતી જણાવવામાં આવ્યું હતું કે, પોતે પાર્ટીના પ્રાઈમરી સભ્યપદેથી નહિ પરતું હોદ્દા પદથી રાજીનામું આપ્યું હતુ. વોટ્સએપ માધ્યથી પાર્ટીના આધ્યક્ષને મોકલવામાં આવેલુ રાજીનામું બંધારણ પ્રમાણે ગેરકાયદેસર હોવાની દલીલ કરી હતી.
આ મુદે અરજદાર કોગ્રેસના અશ્વિન કોટવાલના વકીલ રદય બુચે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, અલ્પેશને ગેરલાયક ઠરાવવા વિધાનસભાના સ્પીકરને બે મહિના અગાઉ રજુઆત કરી હોવા છતાં હજી સુધી અલ્પેશને નોટીસ પણ પાઠવી નથી. સ્પીકર પગલા ન લેતા હોવાથી હાઈકોર્ટ આદેશ આપે. જો એમ નહીં થાય તો કેસ આશરે 5 થી 6 મહિના જેટલું લાંબો ચાલશે. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, હાઈકોર્ટ પાસે વિધાનસભા સ્પીકર ઓર્ડર પહેલાં આદેશ આપવાની સત્તા નથી. વિધાનસભાના સ્પીકરને નિર્ણય લેવા જ્યુડીશયરી ફરજ પાડી શકે નહીં. સ્પીકર ઘણા કર્યો માટે જવાબદાર હોય છે અને મર્યાદિત દિવસમાં ધારાસભ્યોને ગેરલાયક ઠારવવાની કોઈ જોગવાઈ નથી.