સરકારી પક્ષે વકીલ શિતિજ અમીને રજૂઆત કરી હતી કે આરોપી વિરૂદ્ઘ IPS 124(A) પ્રમાણે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આજીવન કેદની સજા થઈ શકે છે. અલ્પેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પોલીસ સ્ટેશન અને જજ સાથે પણ અસભ્ય વર્તન કર્યું છે.
અલ્પેશ કથીરિયાના જામીન મુદ્દે હાઈકોર્ટમાં બંને પક્ષોની રજૂઆત, ચુકાદો પડતર રખાયો - અલ્પેશ કથીરિયા
અમદાવાદઃ પાસ નેતા અલ્પેશ કથીરિયા પર થયેલા રાજદ્રોહના કેસમાં શુક્રવારે જસ્ટિસ વી.એમ. પંચોલીની કોર્ટમાં બંને પક્ષે રજૂઆત પૂર્ણ થઈ છે. કોર્ટે આ મુદ્દે ચુકાદો પડતર રાખ્યો છે.
15 જાન્યુઆરીના રોજ જ્યારે તેના તેના જામીન નામંજૂર કરાયા ત્યારે પોતાના સમર્થકો સાથે કૉર્ટ પરિસરમાં ઉત્પાત મચાવ્યો હતો. કથીરિયાએ મીડિયા સમક્ષ કાયદા અને વ્યવસ્થા વિશે વાણી વિલાસ કર્યો હતો. જેથી તેમને જામીન ન આપવા જોઈએ.
અલ્પેશ કથીરિયાના વકીલ ઝુબિન ભરડાએ રજૂઆક કરી હતી કે, સરથાણા પોલીસ સ્ટેશનમાં અસભ્ય વર્તન અયોગ્ય હતું. પરંતુ હવે આવું નહીં થાય તેના માટે કોર્ટ સમક્ષ અંડર ટેકિંગ રજૂ કર્યું હતુ. ડાંગ જિલ્લામાં અકસ્માત પીડિતો માટે વળતર માંગનાર અલ્પેશ વિરૂદ્ધ પોલીસે ખોટી જાણવા જોગ દાખલ કરી હતી. અગાઉ પણ અલ્પેશને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, ત્યારે દોઢ વર્ષ સુધી કોઈ ગેરવર્તણૂંક કરી નહોતી.
ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં જામીન પર મુક્ત થયા અલ્પેશ કથીરિયાએ જામીની શરતોનું પાલન ન કરી અને સરથાણા પોલીસ સ્ટેશનમાં અયોગ્ય વર્તન અને ટ્રાફિક પોલીસ સાથે થયેલી બોલાચાલી બાદ કોર્ટે જામીન રદ્દ કર્યા હતા. આ બાદ અલ્પેશે ફરી જામીન મેળવવા નીચલી કોર્ટમાં નીચલી કૉર્ટે અરજી કરી હતી, જે કૉર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં બંને પક્ષની દલીલ પૂર્ણ થયાં બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. 31મી જુલાઈના રોજ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે.