ગુજરાત

gujarat

ETV Bharat / state

પાસ નેતા અલ્પેશ કથીરિયાના તડિપારની શરતે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા - સુરત

અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ પંચોલીએ જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. હાઈકોર્ટે 6 મહિના સુધી સુરત શહેરમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

પાસ નેતા અલ્પેશ કથીરિયાના હાઇકોર્ટે જામીન કર્યા મંજુર અને કર્યો તડિપાર

By

Published : Jul 31, 2019, 6:25 PM IST

અરજદાર અલ્પેશ કથીરિયા વતી વકીલ ઝુબિન ભરડાએ રજૂઆત કરી કે, સરથાણા પોલીસ સ્ટેશનમાં અસભ્ય વર્તન અયોગ્ય હતું, પરંતુ હવે આવું નહીં થાય તેના માટે કોર્ટ સમક્ષ અંડર ટેકિંગ રજૂ કર્યું હતું. ડાંગ જિલ્લામાં અકસ્માત પીડિતો માટે વળતર માંગનારા અલ્પેશ વિરૂધ પોલીસે ખોટી જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. અગાઉ પણ અલ્પેશને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, ત્યારે પણ દોઢ વર્ષ સુધી કોઈ વિવાદાસ્પદ વર્તન કર્યું ન હતું.

પાસ નેતા અલ્પેશ કથીરિયાના હાઇકોર્ટે જામીન કર્યા મંજુર અને કર્યો તડિપાર
સરકારી વકીલ શિતિજ અમીન રજૂઆત કરી હતી કે, આરોપી-અરજદાર વિરૂધ આઈપીસીની કલમ 124(A) પ્રમાણે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદની સજા થઈ શકે છે. અલ્પેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પોલીસ સ્ટેશન અને જજ સાથે અસભ્ય વર્તન કર્યું છે. 15મી જાન્યુઆરીના રોજ જ્યારે તેના જામીન નામંજૂર કરવામાં આવ્યા ત્યારે તેના સમર્થકોએ કોર્ટ પરિસરમાં ઉત્પાત મચાવ્યો હતો અને કથીરિયાએ મીડિયા સામે કાયદો અને વ્યવસ્થા વિશે વાણી વિલાસ કર્યો હતો, જેથી તેમને જામીન આપવામાં ન આવે.ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં જામીન પર મુક્ત થયા અલ્પેશ કથીરિયાએ જામીનની શરતોનું પાલન ન કરી અને સરથાણા પોલીસ સ્ટેશનમાં અયોગ્ય વર્તન અને ટ્રાફિક પોલીસ સાથે થયેલી બબાલ બાદ કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. ત્યારબાદ ફરીવાર જામીન મેળવવા નીચલી કોર્ટમાં અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં બંને પક્ષની દલીલ પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો અને 31મી જુલાઈના રોજ ચુકાદો આપવાનો આદેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details